દાહોદના દૃષ્ટિ નેત્રાલય ખાતે 7 વર્ષમાં 284 લોકોને નેત્રદાન થકી દૃષ્ટિ સાંપડી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 284 પૈકીના 80 નેત્રદાન દાહોદવાસીઓએ કર્યા

ગુજરાતના છેવાડે આવેલ દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે કાર્યરત ‘શાંતાબેન શાંતિલાલ કોઠારી કોર્નિયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત સાત વર્ષથી ચાલતી આઈ બેંકમાં અત્યાર સુધીમાં 284 લોકોને નેત્રદાન થકી દૃષ્ટિ મળી છે.

આ પૈકી 80 આંખો તો દાહોદના લોકોએ જ પોતાના સ્વજનની મૃત્યુ પછી દાન આપવા માટેની સંમતિ આપી અને 80 લોકોને તો જે તે મૃતક દાહોદવાસીઓની આંખો વડે જ નવી દ્રષ્ટિ મળી છે. દ્રષ્ટિ નેત્રાલયના તબીબ ડોક્ટર શ્રેયા મેહુલ શાહે જણાવ્યું હતું કે આ જ રીતે જો દાહોદના લોકો પોતાના સ્વજનના મૃત્યુ પછી પોતાના સ્વજનને અમર બનાવવા તેમની આંખના માટે દાન માટે તૈયાર થાય તો આગામી સમયમાં નવા કેટલાય લોકોને દ્રષ્ટિ મળી શકે છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: