દાહોદના તબીબે ઓક્સિજન વર્ધક 20 છોડ રોપી વૃક્ષારોપણ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ફીજીશીયન તબીબ ડો શીતલ અને ગાયનેક તબીબ ડો અનુબેન શાહ નામે બેલડીએ કોરોના થયા બાદ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો કર્યા બાદ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીનો સંપર્ક કરીને લોકોને ઓક્સિજન પૂરો પડે તેવા વૃક્ષો લગાવી આપવા કહી આ સાથે જ રૂ. 50,000નું દાન પ્રકૃતિ મિત્ર મંડળને આપ્યુ હતું.પ્રકૃતિ મિત્ર મંડળના વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસિર કાપડિયા તથા પ્રીતિબેન શાહે આ દિશામાં સત્વરે વિચાર કરીને ઓક્સિજનની વૃદ્ધિ થવા સાથે વિસ્તારની સુંદરતામાં વૃદ્ધિ થાય અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને તેવા લીમડો, પીપળો, કણજી, કડાયો, ટીકોમા, ગરમાળો, ચંપો જેવા છોડની સાથે સિંદુર, કાચનાર, સિલ્વર ઓક, રગતરોયડો જેવા વૃક્ષો કાજે નર્સરીમાંથી છોડ મંગાવીને સોશિયલ ડિસ્ટન્સિંગ કેળવીને 20 જેટલા છોડનું ટ્રીગાર્ડ સાથે વૃક્ષારોપણ સંપન્ન કર્યું હતું.

0






Related News

Comments are Closed

%d bloggers like this: