દાહોદના છાત્રોનું સાયન્સ ટેક્નોફેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જાલત અને ચંદવાણા પગાર કેન્દ્રની શાળાના બાળકોએ ભાગ લીધો સુરેન્દ્રનગરમાં આયોજન : બે શિક્ષકોને ઇન્સ્પાયર…

  • Dahod - દાહોદના છાત્રોનું સાયન્સ ટેક્નોફેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન

    વિજ્ઞાન પ્રસાર નેટવર્ક ઓફ સાયન્સ કલબ રમણ સાયન્સ-ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા તા.22 અને 23ના રોજ સુરેન્દ્ર નગરમાં યોજાયેલ દ્વિતીય રાષ્ટ્રીય સાયન્સ ટેકનો ફેરમાં જાલત તથા ચંદવાણા પગાર કેન્દ્રની શાળાના બાળકોએ ભાગ લીધો હતો.

    આ કાર્યક્રમમાં ખગોળવિજ્ઞાની ડોક્ટર જે.જે.રાવલ, મેથ્સ ગુરુ બી.એન.રાઓ, ડોક્ટર ચંદ્રમોહન નોટિયલ જાણીતા વૈજ્ઞાનિક તથા મોરબી ખેડા જિલ્લાના કલેકટર અને જામનગર તથા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ચંદ્રમૌલી જોષી તથા સુરેન્દ્રનગર જિલ્લાના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કરાયું હતું.

    આ કાર્યક્રમમાં ડામોર ફળિયા શાળાના ચાર, જાલત મુખ્ય શાળાના બે તથા ચંદવાણા મુખ્ય શાળાના ત્રણ બાળકોએ ભાગ લીધો હતો અને બે શિક્ષકોને ઇન્સ્પાયર એવોર્ડ આપી તેમનું સન્માન કરાયું હતું. વિજ્ઞાન પ્રસાર નેટવર્ક ઓફ સાયન્સ કલબના હેડ અને વૈજ્ઞાનિક ડોક્ટર અરવિંદ રાનાડે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

    દાહોદના વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગરમાં યોજાયેલ દ્વિતીય રાષ્ટ્રીય સાયન્સ ટેકનોફેરમાં ભાગ લીધો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: