દાહોદના ઘોડા ડુંગરી પાસે જીપની અડફેટે આધેડ મહિલાનું ઘટના સ્થળે મોત

HIMANSHU PARMAR – DAHOD
દાહોદના ઘોડા ડુંગરી ગામે આવેલ પંચમુખી હનુમાન મંદિર પાસે પોતાના ઘરેથી નીકળી અને જઈ રહેલ આધેડ મહિલાને એક ખીચોખીચ ભરેલી જીપ એ અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
ઘટના સ્થળે લોકોનો જમાવડો થતા લોકોએ ડ્રાઈવરને ઢોરમાર માર્યો અને પોલીસના હવાલે કર્યો. નજરે જોનારાઓનું કહેવું છે કે જીપના બોનેટ ઉપર લોકો બેઠેલા હતા જેથી ડ્રાઈવર સાઈડમાંથી આવતી મહિલાના જોવાઇ અને જીપ સીધી જ તેમની જોડે ભટકાતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: