દાહોદના ઘોડાડુંગરી ગામે બાબા રામદેવજીની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ

PRAVIN PARMAR – DAHOD
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઘોડાડુંગરી ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિ મહારાજની અસીમ કૃપાથી તથા શ્રી પૂંજાભાઈ મહારાજના સાનિધ્યમાં ભાદરવા સુદ ૧૦ શ્રી બાબા રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે આજ રોજ તા.૩૧/૮/૧૭ ગુરુવારના રોજ શ્રી બાબા રામદેવજી ના જન્મ જયંતિનો કાર્યક્રમ શ્રી બાબા રામદેવજી મંદિર, ઘોડાડુંગરી, મંડાવાવ ખાતે રાખવામાં આવેલ. મંદિરે થી બાબા રામદેવજીની શોભાયાત્રા ગોવિંદ નગર વિસ્તારમાં ફરી ત્યાંથી માર્કેટ યાર્ડ ચોક થઈ પરત ઘોડાડુંગરી ખાતે આવેલ મંદિરે પરત ફરી હતી. ત્યારબાદ ભાવિ ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરવામાં આવેલ જેમાં સમસ્ત ભવિભક્તોએ ભંડારમાં ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: