દાહોદના ગોવિંદનગરમાં જુગાર રમતા 8 ઝડપાયા

  • પોલીસે રેઇડ કરી રૂા.68 હજાર જપ્ત કર્યાં

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેરના ગોવિંદનગર સ્થિત વણકર સોસાયટીના મલકેશ પરમારના ઘરેમાં ગંજીફો ચીપાઇ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. આ મળેલી બાતમીના આધારે એએસઆઇ અનીલકુમાર, કોન્સ્ટેબલ ગીરવતસિંહ, મહેશભાઇ, કનુભાઇ અને જયદીપભાઇ સહિતના સ્ટાફે ભેગા મળીને સાંજના પાંચ વાગ્યાના અરસામાં છાપો મારવામાં આવ્યો હતો.

પોલીસે મકાનના ત્રીજા માળે એક રૂમમાં શ્રાવણિયો જુગાર રમી રહેલા મલકેશ પરમાર, જયદીપ બામણીયા, અમરતલાલ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ સોલંકી, અમિતકુમાર સોલંકી, અશોકકુમાર સોલંકી, મહેશ જાદવ, મોહનલાલ પરમારને ઝડપી પાડ્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા ખેલીઓ પાસેથી દાવ ઉપર લાગેલા અને અંગ ઝડતી દરમિયાન 68290 રોકડા મળી આવ્યા હતાં. શહેર પોલીસે ઝડપાયેલા આઠેય સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: