દાહોદના કરંબામાં બેભાન કરીને પકડેલા દીપડાના શરીરે ઘા જોવા મળતાં આશ્ચર્ય

  • સંજેલી વનવિભાગને દીપડાનું રેસ્ક્યૂ કરવામાં સફળતા, દીપડાના માથે, કમરે અને પગે ઇજા મળી
  • બે યુવક ઉપર હુમલા બાદ ઓપરેશન હાથ ધરાયું હતું, દીપડો પકડાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે બપોરના સમયે સાયણ ફળિયામાં ખેતરમાં કામ કરતા કૃપાલભાઈ ભાભોર તેમજ ચેતનભાઇ વસુનિયા ઉપર દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યા હતાં. ઘાયલોને દવાખાને ખસેડી આ ઘટનાની જાણ થતાં સંજેલી વિભાગના રેન્જ અધિકારી આર જે. વણકરને જાણ થતાં 12 વન કર્મીનો કાફલો ધસી ગયો હતો. દીપડાને પકડવાના ઓપરેશન દરમિયાન લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું.

દીપડાને ઇજાઓ કઇ રીતે થઇ હતી તે જાણવા મળ્યું નથી
સ્ટ્રાઇંન્ક્યુલર ગન વડે બેભાન કરીને દીપડાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. દીપડાને માથે, કમરે અને પગમાં ઘા થયેલા જોવા મળતાં આશ્ચર્ય ફેલાયુ હતું. દીપડાની તાત્કાલિક અસરથી સારવાર શરૂ કરવામાં આવી હતી. સંજેલી તાલુકામાં છેલ્લા બે માસથી દીપડની રંજાડ વધી ગઇ હોવાથી નાઇટ વિઝન કેમેરા મૂકીને પણ તેની સઘન તપાસ કરાઇ રહી હતી. દીપડો પાંજરે પુરાતા સંજેલી તાલુકાના લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો પરંતુ દીપડાને ઇજાઓ કઇ રીતે થઇ હતી તે જાણવા મળ્યું નથી.


Related News

Comments are Closed

%d bloggers like this: