દારૂ પીને વાહન હંકારતા અને જાહેરમાં બૂમ બરાડા કરતા ત્રણ વિરુદ્ધ કાર્યવાહી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર પોલીસે ઝાલોદ રોડ આઇ.ટી.આઇ. પાસેથી મોપેડ ઉપર આવતા ગોદીરોડ ડુંગરી ફળીયામાં રહેતા શલેષભાઇ જાલુભાઇ ભાભોરને દારૂના નશામાં ગફલતભરી રીતે રસ્તામાં લોકોના જીવને જોખમ થાય તે રીતે વાહન હંકારતા તેને રોકી ઝડપી પાડ્યો હતો. જ્યારે પડાવ વનખંડી મંદીરની પાસે ઘનસ્યામ મહારાજ સોસાયટીમાં દેવેન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ અગ્રવાલ પીધેલી હાલતમાં આમ તેમ લથડીયા ખાતો ખાતો જાહેરમાં બુમો બરાડા કરતો હતો. જેથી પોલીસે તેને પકડી કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ફતેપુરાના ભાતમુવાડી ગામનો રાકેશભાઇ મોગજીભાઇ ડીંડોર ગતરોજ ફતેપુરા પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા ખાતા બકવાટ કરતો હોવાથી ફતેપુરા પોલીસ સ્ટાફ દ્વારા તેને પકડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

0






Related News

Comments are Closed

%d bloggers like this: