દારૂની હેરાફેરી: માંડવમાં કોતરમાંથી 2.24 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કટિંગ કરે તે પૂર્વે જ બૂટલેગર ઝડપાયો

દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામેથી કોતરમાં ઉતારેલો દારૂ-બિયરનો જથ્થો કટીંગ કરે તે પૂર્વે સાગટાળા પોલીસે છાપો મારી 2.24 લાખ ઉપરાંતના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બે સામે ગુનો નોંધી સાગટાળા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા.

માંડવ ગામનો બારીયા ફળીયામાં રહેતો રમણ ઉર્ફે બનો પોપટ રાઠવા મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠીવાડાના ઇન્દુ પુનીયા તોમર પાસેથી ઇગ્લિશ દારૂ-બીયરનો જથ્થો મંગાવી ફળીયાના સ્મશાન વાળા કોતરના ઝાડીઝાખરામાં ઉતારી કટીંગ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં કોતરની બાજુમાં સ્મશાનની નજીક ઝાડીઝાંખરામાથી દારૂ બીયરની 70 નંગ પેટીઓ સાથે રમણ ઉર્ફે બનો પોપટ રાઠવાને ઝડપી પાડ્યો હતો.

મળી આવેલ પેટીઓની ખોલીને તપાસ કરતાં ક્વાટરીયાની 15 પેટી જેમાં 720 નંગ જેની કિંમત 86,400 તથા બિયરના ટીનની 50 નંગ પેટી જેમાં કુલ 1200 બિયરના ટીન જેની કિંમત 1,38,000 મળી કુલ 2,24,400 રૂપિયાનો દારૂ બિયરનો જપ્ત કરી સાગટાળા પોલીસે ઝડપાયેલા બુટલેગર રમણ ઉર્ફે બનો પોપટ રાઠવા તથા મધ્યપ્રદેશના ઇન્દુ પુનીયા તોમર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: