દારૂના ઠેકાની હરાજી: મોનાડુંગરના ઠેકાની રૂા. 12.60 કરોડથી બોલી શરૂ થશે!, ગુજરાતમાં દારૂબંધીથી રાજસ્થાનના દારૂના 5 ઠેકા સૌથી મોંઘા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ31 મિનિટ પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • ગાંગડતલાઇનો ઠેકો 11.14 કરોડની રિઝર્વ પ્રાઇઝ સાથે બીજા નંબરે

ગુજરાતમાં દારૂ બંધી છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની સરહદ ઉપર આવેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની સરકારી ઠેકાની દુકાન ઉપર રેકોર્ડ બ્રેક દારૂનું વેચાણ થાય છે. બોર્ડરથી માત્ર 500 મીટર દૂર મોનાડુંગરની દારૂની દુકાનથી વર્ષ 2020-21માં 1.16 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું હતું. રાજસ્થાનમાં નવી આબકારી નીતિ બાદ તેનાથી રેકોર્ડ બ્રેક 12.60 કરોડનું રાજસ્વ મળવાની આશા છે. મોનાડુંગર બાદ ગાંગડતલાઇની દુકાનની સૌથી વધુ 11 કરોડ 14 લાખ ન્યૂનતમ રિઝર્વ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. આ બંને દુકાન રાજસ્થાન રાજ્યની સૌથી મોંધી વેચાનાર દુકાનોમાં શામેલ છે. ગુજરાતની સરહદ નજીક જ અન્ય ચાર સરકારી ઠેકા પણ છે.

વધુ એક આશ્ચર્યજનક બાબત એ છે કે, ડુંગરપુર જિલ્લામાં પણ ગુજરાતની સરહદને અડેલા ખજુરી ગામનો દારૂનો ઠેકો પણ રાજસ્થનમાં સૌથી મોંઘો છે. આ ઠેકા ઉપરથી એક વર્ષમાં 27થી 28 કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે. દારૂના શોખિન ગુજરાતથી આ સરહદી ઠેકાઓ ઉપર જ જાય છે અને આવક માટે ગુજરાતના ‘પર્યટકો’ ઉપર જ આ દુકાનો સૌથી વધુ નિર્ભર છે. રાજસ્થાન સરકારે નાણાંકિય વર્ષ 2021-22માં નવી આબકારી નીતિમાં આબકારી દ્વારા આવકનું લક્ષ્યાંક 13 હજાર કરોડ રૂપિયા નક્કી કર્યુ છે. રાજસ્થાનના સૌથી મોંઘા ઠેકામાં શામેલ ડુંગરપુર અને બાંસવાડા જિલ્લાની બોલીને કારણે ઉત્સુકતા બનેલી છે. આ ઠેકા ગુજરાતની બોર્ડર નજીક હોવાથી તેની ઉપર સૌની નજર છે.

ઇ-નીલામીમાં સૌથી વધુ બોલી, તો દુકાન તમારી સરકારી દારૂની દુકાનો માટે રજિસ્ટ્રેશન 12 ફેબ્રુ.થી શરૂ થયા છે. 23થી 27 ફેબ્રુ. સુધી કુલ પાંચ ચરણોમાં દારૂની 48 દુકાનો માટે ઇ-નીલામી થશે. ઇ-નીલામીમાં જે સૌથી વધુ બોલી લગાવશે સરકારી દારૂની દુકાન તેને મળશે.






Related News

Comments are Closed

%d bloggers like this: