દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat Up Three Women, Including A Congress Candidate, For Not Allowing Them To Cast Bogus Votes In The Elections.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- અમને ઘણો ખર્ચ થયો તેમ કહી ગળાની ચેન છીનવી
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન પુર્ણ થયા બાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે ખેડા ફળીયા પ્રાથમિક શાળા રોડ પર રાતના સુમારે બોગસ મતદાન ન કરવા દેવાના મામલે ભાજપના ઉમેદાવર તથા તેના સમર્થકએ કોંગ્રેસ પક્ષની મહિલા ઉમેદાવર તથા તેની સાથેની એક મહિલા સાથે ઝઘડો કરી ધાકધમકીઓ આપી બંને મહિલાઓના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ઝડપી લેવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હીરોલા ગામના ખેડા ફળીયામાં રહેતા ભુપેન્દ્ર સંગાડાએ હીરોલા 6/1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હીરોલા ગામના અણીકા ફળીયામાં રહેતી કાંતાબેન સંગાડાએ હીરોલા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી સભ્ય તરીકે ઉમેદાવરી કરી હતી. કાંતાબેન સંગાડા ટીનાબેન તથા ગંગાબેન સાથે ચુંટણી પત્યા બાદ રાતના સાડા સાત વાગ્યાના સુમારે મતદાન આગળ ઉભા હતા તે વખતે હિરોલા ખેડા ફળીયાના મેહુલ સુરેશ સંગાડા, સોમજી સંગાડા, ભુપેન્દ્ર સંગાડા તથા ભુરા સંગાડાએ આવી તેઓને બોગસ મતદાન કરવા દીધું ન હતુ.
બોગસ મતદાન ન કરવા દેતાં તેની અદાવત રાખી હાથમાં પથ્થર રાખી કાંતાબેન સંગાડા, ટીનાબેન તથા ગંગાબેનને ધાકધમકીઓ આપી અમે સરપંચના માણસો છીએ. મારી સામે કેમ ઉમેદવાવરી કરી છે અમને ઘણો ખર્ચ થઈ ગયો છે. તેમ કહી ગાળો બોલી કાંતાબેનના ગળામાં પહેરેલી 50 હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન તથા રોકડા રૂપિયા 12 હજાર તથા ટીનાબબેનના ગળામાં પહેરેલી 50 હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન મળી કુલ એક લાખ 12 હજારની મત્તા બળજબરીથી કઢાવી કાંતાબેનની ફોરવ્હીલ ગાડી ઉભી રખાવી પથ્થર મારી કાચ તોડી નાખી ત્રણે મહિલાને છુટે હાથે મારમારી તથા મારી નાખવાની ધાકધમકી આપી હતી. આ અંગે ફરિયાદના આધારે સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed