દાદાગીરી: તું PSI હોય તો તારા ઘરનો, હું ગામનો સરપંચ છું અને રાજકારણ સાથે સંકળાયેલો છું: દાહોદના ડુંગરા ગામના સરપંચે PSIને ગાળો બોલી માર માર્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • If You Are A PSI Of Your House, I Am The Sarpanch Of The Village And I Am Involved In Politics: The Sarpanch Of The Hill Village Of Dahod Slapped PSI.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડુંગરા ગામના ના સરપંચે અને તેના સાથીદારે સંજેલીના PSIને માર મારતાં ફરિયાદ તુ જાતે અમારી ફરિયાદ કેમ લેતો નથી, તેમ કહી કોલર પકડી બટન તોડી નાંખ્યા

દાહોદ જિલ્લાના સંજેલીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ડુંગરા ગામના સરપંચ સહિત બે વ્યકિતઓએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે ફરિયાદ લેવા મામલે તકરાર કરી હતી. પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો કોલર પકડી માર મારતાં આ સંબંધે ફરિયાદ દાખલ કરવામા આવી છે. પોલીસે બંન્નેની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ વિભાગમાથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સંજેલીમા રહેતા ધર્મરાજ ચંપકલાલ રાઠોડ અને ડુંગરા પંચાયતના સરપંચ પ્રફુલ ચંપકલાલ રાઠોડ આ બંન્ને જણા સંજેલી પોલીસ મથકે આવ્યાં હતાં. જયા હાજર પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે ઝઘડો તકરાર કરી કહેવા લાગ્યાં કે, તું પી.એસ.આઈ હોય તો તારા ઘરનો, હું ગામનો સરપંચ છું અને રાજકારણ સાથે સંકળાયેલ છું, મારા હાથ ઘણા લાંબા છે, તું મારી ફરિયાદ કેમ જાતેથી લેતો નથી, તેમ કહી બંન્ને એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં.

ગાળો બોલી પોલીસ સબ ઈન્સ્પેક્ટરના શર્ટનો કોલર પકડી, શર્ટના બટન તોડી નાંખ્યાં હતાં અને હુમલો કરી માર માર્યા હતો. વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી વાઈરલ કરી કરવાનું કહી વીડીયોગ્રાફી કરવાની કોશિશ કરતાં આ બંન્ને જણા પકડાઈ ગયાં હતાં. આ સંબંધે સંજેલી પોલીસ દ્વારા ઉપરોક્ત બંન્ને જણાની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: