દબાણ હટાવો ઝુંબેશ: દાહોદમાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં નગર પાલિકાની ટીમ દ્વારા દબાણકર્તાઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો.

  • નગર પાલિકા દ્વારા પતરાં, શેડ સહિતના અનેક અસ્થાયી દબાણો જપ્ત કરવામાં આવ્યા

દાહોદ નગર પાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી દાહોદ શહેરમાં કોરોનાકાળના લોકડાઉન અને અનલોકના સમયગાળા બાદ દાહોદમાં વેપાર ધંધા ફરીથી ધમધમતા થવા પામ્યા છે. ત્યારે હાથ લારી, પાથરણાવાળાઓ સહિત અનેક દુકાનદારોએ પોતાની દુકાનના દબાણો બહાર રસ્તા સુધી ફેલાવી દીધા હોઈ આવાગમન અને ટ્રાફિકમાં સમસ્યાઓ સર્જાતી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

દાહોદ નગર પાલિકા તંત્ર દ્વારા મુખ્ય અધિકારી અને વહિવટદાર નવનીતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ બુધવારે પાલિકાની ટીમે શહેરના ગાંધી ચોકથી લઇ સ્ટેશન રોડ સુધીના માર્ગે વિવિધ દબાણો હટાવ્યા હતા. નગર પાલિકાના અધિકારીઓએ પાલિકાકર્મીઓની ટુકડી સાથે નીકળી સરિયામ માર્ગે વ્યાપ્ત પાથરણાથી લઈ પતરાં, શેડ જેવા અસ્થાયી પ્રકારના દબાણો હટાવી જપ્ત કરવામાં આવ્યા હતા.

અન્ય વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ કરાશે
આ અગાઉ પણ જ્યારે કોરોનાનો પ્રકોપ ન હતો ત્યારે દાહોદ પાલિકાની ટીમ દ્વારા વહીવટી અને પોલીસ તંત્રને સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ પુરબહારમાં ચાલતી જ હતી. સ્માર્ટ સીટી દાહોદમાંથી દબાણ હટતા શહેર રળિયામણું બનતા તેની અસર જોવાતી થઈ હતી.

હવે દબાણોએ ફરીથી અડીંગો જમાવતા લાંબા સમયે આ ઝુંબેશ ફરીથી આરંભાઈ છે ત્યારે પાલિકાની કામગીરી સાથે સ્માર્ટ સીટી બની રહેલા શહેરના અન્ય વિસ્તારોમાં પણ અસ્થાયી દબાણો સાથે ગેરકાયદેસર પાકા દબાણો પણ દુર કરાશે તેમ જાણવા મળ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: