દંડની વસુલાત: દાહોદ-દેવગઢબારિયાની 2-2 દુકાનો કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ સીલ, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ બે દિવસમાં રૂ.22,700નો દંડ ફટકારાયો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Dahod Devgadhbaria 2 2 Shops Sealed For Violating Koro Rules, Fined Rs 22,700 In Two Days For Violating Mask social Distance
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદમાં તંત્ર દ્વારા બે દુકાનો સીલ કરવામાં આવતાં લોકોમાં ફડક પેસી છે.
દાહોદમાં કોરોનાનો કહેર ચારેકોર વ્યાપ્ત બન્યો છે. ત્યારે નાનકડી જગામાં વધુ ગ્રાહકો ભેગા થવાની ફરિયાદ મળતા જ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ધસી જઈને બે દુકાનોને સીલ કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં કોરોનાના કેસ વધતાં નગરજનો અને તંત્ર ભયભીત બન્યા છે. તેમ છતાંય બહુધા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોવાની બૂમ ઉઠવા પામી હતી. ત્યારે તા.20ના રોજ સાંજના સમયે દાહોદના એમ.જી.રોડ સ્થિત એક કંગન સ્ટોર અને એસ.વી.પટેલ રોડ સ્થિત એક સાડી સેન્ટરમાં નિયમ કરતા વધુ ગ્રાહકોનો મેળાવડો જામ્યો હોવાની બાતમી મળતાં જ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
બાદમાં અધિકારીગણે સત્વરે નિર્ણય લઈને આ બંને દુકાનોને સીલ કરી દીધી હતી. આ વાત વાયુવેગે દાહોદમાં ફેલાઈ જતાં અન્ય દુકાનદારો પણ હાઈ એલર્ટ બની ગયા હતા. તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા અને કરાવતા થઇ ગયા હતા. હજુ દાહોદના વિવિધ વિસ્તારોમાં ફરતા બાઇકસવારો, પાથરણાવાળાઓ કે ફેરા કરતા વાહનોમાં જતા લોકોનું પણ ચેકિંગ કરાય તેવી લાગણી અનેક જાગૃત લોકોએ દર્શાવી હતી. આ સાથે દેવગઢ બારિયામાં પણ તંત્ર દ્વારા બે દુકાનોને સીલબંધી કરાઈ હતી. અને પ્રાપ્ત માહિતી અનુસાર આ ચાર દુકાનો ખાતેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ અને માસ્ક વિના ફરતા અન્ય લોકોને બે દિવસમાં કુલ મળીને રૂ.22,700નો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed