ત્રણ સ્થળેથી 88 હજાર ઉપરાંતના દારૂ સાથે 2ની ધરપકડ : 1 ફરાર

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભથવાડા ટોલનાકે કારમાંથી દારૂ મળતાં વડોદરાના યુવકની ધરપકડ
  • દાહોદમાં ઘરમાંથી 19 બોટલ દારૂ સાથે એકની ધરપકડ ભાઠીવાડામાં ઘરમાંથી દારૂ ઝડપાયો, મકાન માલિક ફરાર

જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસે છાપો મારી કુલ 88,028ના પ્રોહી જથ્થા સાથે બે વ્યક્તિઓની અટક કરી હતી. જ્યારે એક ફોર વ્હીલર ગાડી જપ્ત કર્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ત્રણ પૈકી એક બનાવોમાં પોલીસની રેડ જોઈ એક ઇસમ ભાગી ગયો હતો. દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રહેતો શૈલેષ ઉર્ફે બાબુભાઈ મોહનલાલ ભાટીયા (સિંધી) ના રહેણાંક મકાનમાં પોલીસે બાતમી આધારે શુક્રવારે ઓચિંતો છાપો મારી પોલીસે મકાનમાંથી દારૂની બોટલો 19 બોટલો જેની કિમત 28,028ની મળી આવી હતી.

દાહોદ શહેર પોલીસે પ્રોહી મુદ્દામાલ સાથે સાથે શૈલેષ ઉર્ફે બાબુની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાઠીવાડાના ડુંગરા ફળિયામાં રહેતો સુનીલભાઈ જાલુભાઈ તાહેડના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. પોલીસની ઓચિંતી છાપો જોઇ સુનીલભાઈ ભાગી ગયો હતો. પોલીસે તેના મકાનમાં તલાસી લેતા દારૂની બોટલો નંગ.43 જેની 25,800ની મળી આવી હતી. દાહોદ તાલુકા પોલીસે પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ સુનીલ તાહેડ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દે.બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી એક મારૂતીની તલાસી લીધી હતી.

ગાડીમાંથી મીણીયાના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની નંગ.72 બોટલ જેની 34,200ની કિંમતની મળી આવી હતી. પ્રોહીના જથ્થા સાથે મારૂતીકારના ચાલક વડોદરાના છાયાપુરના કિશનકુમાર પરમારની ધરપકડ કરી દે. બારીઆ પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: