…તો 13 હજાર રેલવે કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે

દાહોદએક દિવસ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેર સહિત આખા રતલામ મંડળમાં તખ્તો ઘડાયો

વર્ષ 19-20ના બોનસની અત્યાર સુધી જાહેરાત નહીં કરવામાં આવતાં રેલવે કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 22મી તારીખ સુધી જો રેલવે કોઇ નિર્ણય નહીં લે તો દાહોદ શહેર સાથે આખા રતલામ મંડળના 13975 રેલવે કર્મચારી વિરોધ પ્રદર્શન કરશે તેવું જાણવા મળ્યું છે.

આ માટે વેર્સ્ટન રેલવે એમ્પલોઇઝ યુનિયન અને મજદુર સંઘે તૈયારીઓ પણ કરી લીધી છે. દર વર્ષ રેલવે નવરાત્રીમાં બોનસ આપી દે છે પરંતુ આ વખતે મંત્રાલયથી આદેશ આવ્યો નથી. જોકે, જાણવા મળ્યુ છે કે આદેશ ભલે નથી આવ્યા પરંતુ એકાઉન્ટ વિભાગ પોતાની તૈયારી કરીને બેઠુ છે.

જાહેરાત થવા સાથે જ ફોર્મુલા મુજબ બે દિવસમાં બોનસ ચઢાવી કર્મચારીઓના બેંકના ખાતામાં ઓનલાઇન ટ્રાન્ફર કરી દેવામાં આવશે. જો બોનસની જાહેરાત નહીં કરાય તો રેલવે પ્રબંધ કાર્યાલય સાથે ડીઝલ શેડ, રેલવે હોસ્પિટલ, સ્ટેશન સહિત મંડળના તમામ સ્ટેશનો ઉપર પ્રદર્શન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કયા કારણોસર કર્મીઓમાં આક્રોશ
{મોંઘવારી ભથ્થુ : જાન્યુઆરીમાં 4 ટકાનો વધારો કરાયો હતો, જોકે, તે અપાયુ જ નથી. જુલાઇ ભત્તાની જાહેરાત કરવાના બદલે સરકારે જુલાઇ 2021 સુધી ફ્રીજ કરી દેવાયુ છે.
{ખાનગીકરણ : સરકારે સ્ટેશનો અને ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવાનું શરૂ કરી દીધુ છે. આ ક્રમમાં રેલવેની કેટલીક સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
{પોસ્ટ ઉડાવી દીધી : ગત ચાર માસમાં બંગલા પ્યુન, ટપાલ મેસેન્જર સહિત કેટલીક અન્ય પોસ્ટ ઉડાવી દેવાઇ છે. હવે અંગ્રેજોના સમયથી ચાલતી આવી જ કેટલીક પોસ્ટને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે.
{નવી ભરતી : નવી ભરતી બંધ છે. જ્યારે એકલા રતલામ મંડળમાં જ દર મહિને 45થી વધુ કર્મી સેવા નિવૃત થાય છે. તેથી 1300થી વધુ પોસ્ટ ખાલી પડી છે. કામનો બોજો વધે છે.

બે વર્ષથી રતલામ મંડળ દેશમાં પ્રથમ છે
બે વર્ષથી રતલામ રેલવે મંડળ દિવાળીનું બોનસ આખા દેશમાં સૌથી પહેલાં વિતરણ કરે છે. 2019માં રેલવેએ દશેરા(8 ઓક્ટોબર)ના 15 દિવસ પહેલાં 23 સપ્ટેમ્બરે જ 22.20 કરોડ રૂપિયા અને 2018માં દશેરા(19 ઓક્ટોબર) છ દિવસ પહેલાં 13 ઓક્ટોબરે જ 22.94 કરોડ રૂપિયાના બોનસનું વિતરણ કરી દીધુ હતું.

દેશમાં બોનસ માટે 21 અરબ રૂપિયા જોઇએ
ગત વર્ષે રેલવેએ દરેક કર્મીને રૂા.17950નું બોનસ આપ્યું હતું. તે હિસાબે દેશના 73 મંડળના 12.27 લાખ કર્મીઓને બોનસની વહેંચણી માટે રેલવેને 21 અરબથી વધુ રૂપિયાની જરૂર પડશે. હાલની પરિસ્થિતિ જોતા 250 સ્પે.ને છોડીને તમામ નિયમિત મુસાફર ટ્રેન 25 માર્ચથી જ બંધ છે. રેલવે હાલ ગુડ્સ ટ્રેનથી જ કમાણી કરે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: