તોતિંગ દરવાજો: દાહોદના ઐતિહાસિક ગઢી કિલ્લાનો તોતિંગ દરવાજો ઢળી પડે તેવી હાલત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદની ઐતિહાસિક વિરાસતનું પ્રવેશદ્વાર ખડી પડવાની અણીએ છે - Divya Bhaskar

દાહોદની ઐતિહાસિક વિરાસતનું પ્રવેશદ્વાર ખડી પડવાની અણીએ છે

  • 17×10 ફૂટનો તોતિંગ દરવાજો દીવાલથી રસ્તાના ભાગે નમી રહ્યો છે

દાહોદના ઐતિહાસિક ગઢીના કિલ્લાના ચાર પૈકીનો મુખ્ય માર્ગે આવેલો એક તોતિંગ દરવાજો ગમે ત્યારે ઢળી પડે તે હાલતમાં આવી ગયો છે.આજથી આશરે સાડા ત્રણ સદી પૂર્વે ઈ.સ.1678 માં મોગલ શાસક ઔરંગઝેબે પોતાના જન્મસ્થળની સ્મૃતિ જીવંત રાખવા નગરમધ્યે બનાવેલ ગઢીના કિલ્લામાં આવવા તથા બહાર નીકળવાના રસ્તે લાગેલ કુલ ચાર દરવાજા પૈકી કેટલાય વર્ષોથી ત્રણ જ દરવાજા છે. જયારે કે એક દરવાજો વર્ષો અગાઉથી ગુમ છે.

દાહોદ પાલિકા ભવનને અડીને આવેલ પ્રવેશના સ્થળે બે પૈકી એક દરવાજો તો ગુમ છે તો બાકીનો બચેલો એક તોતિંગ દરવાજો પણ પડવાની રાહ જોતો ઉભો છે. આશરે 17 ફૂટ ઉંચાઈ અને 10 ફૂટ પહોળાઈનો આ તોતિંગ દરવાજો દિવાલથી ત્રણેક ફૂટ રસ્તા તરફના ભાગે ઢળી ગયો છે. ત્યારે ગમે ત્યારે સાવ અચાનક દરવાજો ઢળી પડે તો આવાગમન કરતા કોઈ નિર્દોષોનો ભોગ લઈ લે તેવી હાલતમાં છે.

દાહોદ ખાતે ઐતિહાસિક ગણાતા ગણ્યાંગાંઠ્યા સ્મારકો પૈકીના નગરની ઓળખ ગણાતા ગઢીના કિલ્લાના ઐતિહાસિકતા મુજબ અમુલ્ય એવા અને કદાચ દાહોદમાં કીર્તિમાન સર્જક ઊંચાઈ ધરાવતા તોતિંગ દરવાજાને યોગ્ય સમારકામ કરાવવા તંત્રએ સત્વરે જે તે પગલાં ભરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અગાઉ આ દરવાજા માટે આ ગઢી કિલ્લા પરિસરમાં જ આવેલ મામલતદાર કચેરીમાં વારંવાર રજૂઆત થઇ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, આ ઇમારત ઐતિહાસિક સ્થાપત્યની સૂચિમાં આવતી હોઈ વહીવટી તંત્રએ તેમાં કોઈપણ છેડછાડ કરવા ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: