તૈયારી: 2022માં વિધાનસભાની ચૂંટણીમાં BTP 100થી વધુ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે
વડોદરા3 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની મિટિંગ.
- ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ આદિવાસીઓ માટે નથી લડતાઃ MLA મહેશ વસાવા
- અમે આદિવાસીઓના હક્ક માટે લડીશું અને જીતી બતાવીશું: મહેશ વસાવા
વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે. ત્યારે ભાજપ સરકાર હોય કે પક્ષના કાર્યક્રમોમાં પ્રચાર કરે છે. જ્યારે કોંગ્રેસ પણ હાલ જાગી છે અને આપે તો રાજ્યભરમાં યાત્રા કાઢી છે. ત્યારે હંમેશા આદિવાસીઓના હક્કો બંધારણીય હક્કો માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે 100થી વધુ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતાઓ છે.
આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કર્યું
ભારતીય ટ્રાઇબલ પાર્ટી ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની એક મિટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ કરી હતી. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી કોંગ્રેસ ભાજપ કે નવું આવનારું આપ આવા અનેક પક્ષો આવશે અને ચૂંટણી પછી નિષ્ક્રિય થઇ જશે પણ 365 દિવસ હોય કે રાત આદિવાસીઓના હક્કો માટે છોટુભાઈ વસાવા લડતા રહેશે અને લડશે એવી વાત કહી ધારાસભ્ય મહેશ વસાવાએ આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું.
છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ચૂંટણી લડશે
આ બાબતે ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે આગામી 2022ની ચૂંટણીમાં એકલા હાથે લડીશું. 100થી વધુ અમે ઉમેદવારો BTPના ચિન્હ પર લડશે, આખા દેશમાં આદિવાસી બેલ્ટ પર છોટુભાઈ વસાવાનું મોટું નામ છે અને લોકો તેમને માને છે એટલે યુ.પી. બિહાર અને ગુજરાતમાં જો અમારી ગણતરી પ્રમાણે સીટો આવી તો આદિવાસી અલગ રાજ્ય ‘ભીલીસ્તાન’ની અમે અલગ માંગણી કરી છે જેના પાર કામ કરીશું, કેમકે ભાજપ, કોંગ્રેસ અને આપ કોઈ આદિવાસીઓના હક્કો માટે નથી લડતા. અમે સિડ્યુલ 5 અને બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસીઓના હક્કો મેળવીને ઝંપીશું કહી પોતાની પાર્ટીની જીત માટેની વાત કરી હતી.
BTP જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો
મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવશે એટલે નાના પક્ષો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે અને આદિવાસી પટ્ટી પર આપણા ઉમેદવારો સામે ઉભા રહી આદિવાસીઓના મતો તોડશે. ગુજરાતમાં આપ આવ્યું છે પણ એ કોઈ આદિવાસીઓનું કામ કરશે નહીં અને ભાજપ વર્ષોથી આદિવાસી બેટના નામે કરોડો રૂપિયા વાપરી નાખ્યા છતાં આદિવાસી ત્યાંનો ત્યાં છે એટલે આદિવાસી બેલ્ટ પર BTP જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed