તૈયારીઓ પૂર્ણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1633 મતદાન મથકો માટે કૂલ 11343 ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પંચાયતોની ચૂંટણીમાં 13 લાખ 41 હજાર 535 અને બે નગરપાલિકામાં 92199 મળી કૂલ 14 લાખ 33 હજાર 734 મતદારો દાહોદ જિલ્લાના 360 સંવેદનશીલ, 894 અતિસંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી જવાનો તૈનાત મતદારો કોઇ પણ લાલચમાં આવ્યા વિના, ભયમુક્ત બની મતદાન કરવા કલેક્ટર વિજય ખરાડીનો અનુરોધ

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી તા. 28ના રોજ યોજનારી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ તે માટેની જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીમાં 13 લાખ 41 હજાર 535 અને 92199 મળી કૂલ 14 લાખ 33 હજાર 734 નાગરિકો તેમને મળેલા મતાધિકારના બંધારણીય મતાધિકારનો ભયમુક્ત રીતે ઉપયોગ કરી શકે એ પ્રકારે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોતાને મળેલા મતાધિકારીનો ઉપયોગ કરવાની અપીલ નાગરિકોને કલેક્ટરશ્રીએ કરી છે. સમુહ માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચિતમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને દાહોદ નગરપાલિકાની સામાન્ય અને ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી માટે તા. 21ના રોજ પ્રત્યક્ષ રીતે 11343 ચૂંટણીકર્મીઓ જોડાશે. જેમાં 1633 પ્રિસાઇડિંગ ઓફિસર, 1633 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 5357 મતદાન અધિકારી અને 1633 પટાવાળા મતદાન મથકોમાં ફરજ બજાવશે. આ ઉપરાંત પ્રત્યક્ષ ફરજમાં જરૂરી સ્ટાફને અનામત રાખવામાં આવ્યો છે. આ સ્ટાફને તેમના નિયત સ્થળે પહોંચાડવા 119 સરકારી બસો અને 1002 અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આ ચૂંટણીમાં કૂલ મળી 360 સંવેદનશીલ, 894 અતિસંવેદનશીલ મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. અહીં એસઆરપીના હથિયારધારી જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ, એલઆરડી, જીઆરડીના જવાનો પણ ફરજ બજાવશે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ 160 ક્યુઆરટી, 10 સ્ટ્રાઇકિંગ ફોર્સ કાર્યરત રહેશે. કોઇ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સતર્કતાથી સતત પેટ્રોલિંગ કરશે. દાહોદમાં 2600 પોલીસ જવાનો તૈનાત કરાશે. જેમાં 1400 જીઆરડી, 1200 હોમગાર્ડ, ત્રણ એસઆરપી અને એક બીએસએફની કંપનીના જવાનો પણ જોડાશે. એસપી શ્રી જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કુલ 4819 હથિયારો જમા લેવામાં આવ્યા છે. 812 વ્યક્તિ સામે બિનજામીન પાત્ર વોરંટની બજવણી કરાઇ છે. 30 સામે પાસા અને 13ને તડીપાર કરવામાં આવ્યા છે. કુલ 10620 વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. નાસતા ફરતા 99 આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરતા જણાવ્યું કે, ખોટી રીતે ઉન્માદમાં આવીને કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરવો નહીં. આમ કરવાની યુવાનોની કારકીર્દિને અસર કરશે. ચૂંટણીની સાથેની બાબતો અને મનમોટાવ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત ભૂલી જવાય એ ઇચ્છનીય છે.

મતદાન મથકો ઉપર કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી રાજ્ય ચૂંટણી પંચ તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરવામાં આવશે. મતદાન કેન્દ્રો ઉપર સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી યાદી પ્રમાણે કોરોના પોઝેટિવ, હોમ આઇસોલેટ અને ક્વોરોન્ટાઇન રહેલા નાગરિકો સાંજના પાંચ વાગ્યા પછી આરોગ્યલક્ષી વ્યવસ્થા સાથે મતદાન કરી શકશે.

મતદારો એ વાત ભૂલે નહીં કે મતદાન કરવાનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે અને મતદાન કરવા આવતી વેળાએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત, મતદાન કેન્દ્રો ઉપર નિયત કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. મતદાત ઓળખપત્ર ઉપારાંત ચૂંટણી વિભાગ દ્વારા માન્ય કરવામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મનરેગાના કાર્ડ સહિતના ૧૪ ઓળખપત્રો માન્ય છે. દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠક માટે કૂલ 159 હરીફ ઉમેદવારો છે. એ જ પ્રમાણે તાલુકા જોઇએ તો દાહોદ તાલુકાની 37 (એક બિનહરીફ) બેઠકો માટે 119, દેવગઢ બારિયા તાલુકામાં 28 બેઠકો માટે 62, સંજેલી તાલુકાની 16 બેઠકો માટે 43, લીમખેડા તાલુકાની 22 (બે બિનહરીફ) બેઠકો માટે 57, ફતેપુરની 28 બેઠકો માટે 91, ગરબાડાની 24 બેઠકો માટે 76, ધાનપુરની 23 (એક બિનહરીફ) બેઠકો માટે 61, ઝાલોદમાં 38 માટે 109, સિંગવડાની 17 (એક બિનહરીફ) બેઠકો માટે 44 હરીફ ઉમેદવારો છે. જ્યારે, દાહોદ નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી એક બિનહરીફ થઇ છે. બાકીની 35 બેઠકો માટે કૂલ 129 ઉમેદવારો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: