તાલીમ: ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઓનલાઈન તાલીમ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ. જિલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટાના આદેશ હેઠળ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડના માર્ગદર્શન મુજબ તા.20/01/2021 ના રોજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ (VCPC)ના અધ્યક્ષ (સરપંચ), સભ્ય સચિવ(તલાટી કમ મંત્રી) તથા અન્ય સભ્યો સાથે ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોના અધિકારો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015, વી.સી.પી.સી.ની કામગીરી અને ભૂમિકાઓ વિશે લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી દ્વારા વિડીયો અને પી.પી. ટી.ના માધ્યમથી માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપ ભાટ દ્વારા કરવામાં આવેલ તેમજ તમામ ટેકનિકલ આયોજન અને કામગીરી જયેન્દ્ર મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: