તાત્કાલિક સારવાર: દાહોદમાં CMOમાંથી ફોન આવતાં ગરીબ મહિલાની તાત્કાલિક સોનોગ્રાફી કરાઇ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- ઝાયડસમાં બે દિવસે વારો આવે તેમ હોવાથી સારવાર વિના ઘરે જવું પડ્યું હતું
- સીએમ ડેશ બોર્ડ પર રજૂઆત થતાં તાત્કાલિક કાર્યવાહી : ખરોદાની ગર્ભવતી મહિલા સાથે બનેલી ઘટના
દાહોદ તાલુકાના ખરોદા ગામના શીલાબેન તેમના પતિ પપ્પભાઇ નિનામા સાથે સામાજિક કામ માટે બહારગામ ગયા હતાં. આ શીલાબેનને સાતમો માસ હોવાથી પરત આવ્યા બાદ પ્રવાસના કારણે અસહ્ય પીડા ઉપડી હતી. જેથી તેમને દવાખાને ખસેડાયા હતાં.ડોક્ટરે તેમની સ્થિતિને ધ્યાને રાખી દવા તો આપી પણ, ગર્ભાવસ્થા હોવાથી વધુ તપાસ કરવા માટે સોનોગ્રાફી કરાવવી ખુબ જ જરૂરી હોવાની સલાહ અપાઇ હતી. આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાથી શીલાબેનને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી પોસાય એમ નહોતું. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગયા તો ત્યાં બે દિવસ પછી વારો આવે એમ હતો. એટલે શીલાબેનને રડમસ ચહેરે ઘરે પરત આવવું પડ્યું.
શીલાબેનને સોનોગ્રાફી કરાવવાની વાત સીએમ ડેશ બોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યાલયના ધ્યાને આવી હતી.જેથી ઝાયડ્સ હોસ્પિટલમાં ગાંધીનગરથી ફોન આવ્યો અને શીલાબેનની તુરંત સોનોગ્રાફી કરવાની સૂચના અપાઇ હતી. ઘરે જતાં રહેલા શીલાબેનને હોસ્પિટલે બોલાવવામાં આવ્યા અને તેની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. શીલાબેન કહે છે કે, તેમને સપનેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે. મારી આવી દરકાર રાખવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed