તાઉ-તે સામે તકેદારી: તાઉ-તેની સંભવિત અસરને પહોંચી વળતા દાહોદ જિલ્લા પ્રશાસન બન્યું સજ્જ, લોકોને ઘરમાં જ રહેવા અપીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા

તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકાંઠે આવી પહોચ્યું છે અને આજે રાત્રે તથા કાલે તેની તીવ્ર અસરની સંભાવના હોઈ કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના નાગરિકોને વાવાઝોડા સામે ખાસ સાવચેતી રાખીને ઘરમાં જ રહેવા જણાવ્યું છે. એક વિડિયો સંદેશમાં કલેક્ટરએ જણાવ્યું કે, તાઉ-તે વાવાઝોડું આજે રાતે સૌરાષ્ટ્ર દરિયાંકાંઠે આવી પહોચ્યું છે. આજ એટલે કે તા. 17 ના રોજ સાંજના આઠેક વાગ્યે ત્રાટકવાની શક્યતા છે. જેના પરિણામ સ્વરૂપ દાહોદમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેને ધ્યાનમાં લેતા નાગરિકો કેટલીક સાવચેતી રાખે તે આવશ્યક છે.

તેમણે એમ પણ કહ્યું કે, તા. 17 થી 18 સુધી એમ બે દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની સ્થિતિમાં ઘરની બહાર ના નીકળવું એ હિતાવહ છે. બિનજરૂરી રીતે કોઇ સ્થળે આવવાજવાનું ટાળવું જોઇએ. આટલું જ નહીં, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનો અમલ કરવો જોઇએ.

તેમણે ઉમેર્યું કે, ભારે પવન ફૂંકાતો હોય તેવા સમયે ઘરની બારી બારણા બંધ રાખવા જોઇએ. તો તમારૂ ઘર આ પવન ની તાકાત ઝીલવામાં અસક્ષમ હોય તો સલામત સ્થળે ચાલ્યા જવું. આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અણીના સમયે કામમાં આવે એવી વસ્તુઓ જેવી કે માચીસ, બેટરી, દોરડી, પાણીની બોટલ, જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ. પશુઓને પણ બાંધી રાખવાને બદલે છૂટા રાખવા જોઇએ.

તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડાના સંદર્ભમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. કોઇ પણ આપત્તિના સમયે 1077 ઉપર ફોન કરી જરૂરી માર્ગદર્શન કે મદદ મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: