તાઉ-તેની અસર: દાહોદમાં મોટા ફોરે અમી છાંટણા શરુ થઈ જતા વૈશાખના પ્રારંભે અષાઢી માહોલ સર્જાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વાવાઝોડાના પગલે દાહોદના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો
  • સાંજે કમોસમી માવઠું પડતાં ઠંડક પ્રસરી

ગુજરાતના દરિયા કિનારે ત્રાટકનાર વાવાઝોડાના પગલે દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી બાદ આકાશમાં વાદળોનો જમાવડો થતાં સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે ધીમી ધારે કમોસમી માવઠું પડતા ઠંડા પવનો ફૂંકાયા હતા.

અગાસીઓ પરથી પણ પાણીના ધોધ પડતા જોવા મળ્યા
દાહોદમા સાજે 6 વાગ્યાના અરસામ્ રીતસરનનું ઝાપટુ શરુ થઈ ગયુ હતુ. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે બફારો પણ યથાવત જ રહ્યો હતો. ત્યારે જાણે શ્રાવણની હેલી થવાની હોય તેવું વાતાવરણ થઈ જતા આશ્ચર્ય સર્જાયુ છે. રસ્તાઓ પર વરસાદી પાણી તેમજ અગાસીઓ પરથી પણ પાણીના ધોધ પડતા જોવા મળ્યા હતા.

સાંજે 5 વાગ્યાના અરસામા એકાએક જ પવનો ફુંકાયો

અરબ મહાસાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની એક તરફ સંભાવના જોવાઇ રહી છે. જ્યાં બીજી તરફ આ વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

દાહોદમાં ગઈકાલે દિવસ દરમિયાન સતત ગરમીના ઉકળાટ બાદ સાંજ પડતા આકાશ વાદળમય બની જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રવિવારે બપોરે ફરીથી તડકો કડક થઈ ગયો હતો. તેમજ કાળઝાળ ગરમી સહન કરવી પડી હતી.

સાંજે 5 વાગ્યાના અરસામા એકાએક જ પવનો ફુંકાવા માંડયા હતા. તેમજ મોટા ફોરે અમી છાંટણા શરુ થઈ જતા વૈશાખના પ્રારંભે અષાઢી માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: