તાઉતેની અસર: ભારે પવન-વરસાદથી જિલ્લામાં અષાઢી માહોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
ગોધરામાં ધૂળની ડમરીઓ ઉડી, તાપમાન 26 ડિગ્રી થયું - Divya Bhaskar

ગોધરામાં ધૂળની ડમરીઓ ઉડી, તાપમાન 26 ડિગ્રી થયું

  • પંચમહાલ, મહીસાગર, દાહોદ ધૂળની ડમરીઓથી ઘેરાયાં, ક્યાંક વૃક્ષો તો ક્યાંક વીજપોલ નમ્યા

ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તાઉતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેના પગલે પંચમહાલ, દાહોદ જિલ્લામાં પણ રવિવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પંચમહાલ સહિત ગોધરામાં વાદળિયા હવામાન સાથે જ ઉત્તર દિશામાંથી ગરમ પવનના પગલે વાતાવરણમાં ભારે ગરમી અને બફારાનું સામ્રાજ્ય જોવા મળ્યંુ હતંુ. જેને કારણે શહેરીજનો અસહય ઉકળાટ-બફારાથી તોબા પોકારી ઉઠયા હતા. ગોધરામાં હવામાન વિભાગ અંગેની કોઇ પણ જાણકારી ન મળતી હોવાથી ખાનગી હવામાન વિભાગની સાઇટ પરથી ગોધરાનું રવિવારનું અધિકતમ તાપમાન 41 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી જોવા મળ્યંુ હતંુ.

ગરમ પવન પણ ફુંકાતાં શહેરીજનો અસહ્ય ઉકળાટ-બફારાથી તોબા પોકારી ઉઠયા હતા. સમી સાંજે અચાનક ભારે પવન ફંુકાતાં ધૂળની ડમરીઅો ઉડતી જોવા મળી હતી. ભારે પવનને પગલે કેટલીક જગ્યાઅે ઝાડ પડી ગયા હતા. તથા લાઇટ ડુલ થઇ ગઇ હતી. તો ગોધરામાં અેક બહુમાળી મકાન ઉપર અાવેલ ટાવર નમી ગયો હતો. જાેકે પવનનું જોર ઘટી જતા કોઇ ઘટના બની ન હતી.

દાહોદ શહેર સહિત આખા જિલ્લામાં હળવા પવનો સાથે દિવસમાં ત્રણ વખત વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેમાં શહેરમાં સાંજે વીસ મિનિટ વરસાદ વરસ્યો હતો. તાઉતે સંદર્ભે યોજાયેલી એક ઓનલાઇન મીટિંગમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિ.માં આમ તો આ ચક્રવાતની નોંધનીય અસર થવાની નથી. પણ તેના કારણે જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાથી મહત્વપૂર્ણ સેવા સતત ચાલુ રહે એવી વ્યવસ્થા કરાશે.

દાહોદમાં સાંજે 20 મિનિટ સુધી વરસાદ પડ્યો

દાહોદમાં સાંજે 20 મિનિટ સુધી વરસાદ પડ્યો

જિલ્લામાંથી 108ની 5 ટીમો ગીર સોમનાથ રવાના
ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને પગલે પંચમહાલમાંથી ગોધરાની 3 અને હાલોલની 2 મળી 108ની કુલ 5 ટીમ ગીર સોમનાથના સાસણગીર જવા રવાના થઇ હતી. કોરોના વચ્ચે ફરજ બજાવી રહેલા 108ના કર્મીઓ આ કુદરતી આફત સમયે પણ સેવા માટે તત્પર જોવા મળ્યા હતા. ચક્રવાતને લઇને જિલ્લાના શહેરા તાલુકામાં પણ વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઇ હતી.

મહીસાગર જિ.માં 40 કિમીના ઝડપે પવન ફૂંકાયો
હવામાન વિભાગે તાઉતે વાવાઝોડાની આગાહી કરી છેે ત્યારે મહીસાગર જિલ્લામાં રવિવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર સામાન્ય વાતાવરણ રહ્યા બાદ સાંજે 30થી 40 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ ઉડી હતી. બાદ વીજળીના કડાકા સાથે વરસાદ થતાં જિલ્લામાં મકાઈ, બાજરી સહિતના પાકોમાં નુકસાન થવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: