તસ્કરોનો તરખાટ: દાહોદના સીમલીયા બુઝર્ગ ગામે મકાનના ધાબાના દરવાજાનો નકુચો તોડી તસ્કરો રૂપિયા 69 હજારની ચોરી કરી ફરાર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે એક મકાનની ધાબાના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તિજોરીમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 69 હજારની ચોરી કરી નાસી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

ગત તારીખ 2 જુલાઈના રોજ ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે ભુરીયા ફળિયામાં રહેતા શીલાબેન સોમાભાઈ ભુરીયાના મકાનમાં રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના સમયે ધાબાનો ઉપરના દરવાજાનો નકૂચો તોડી ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકી રાખેલ તિજોરી તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 69 હજારની ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો નાસી જતા આ સંબંધે શીલાબેન સોમાભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: