તસ્કરી: સંજેલી ઝૂસા ડેડીયાથી ગેરકાયદે પીકઅપ ગાડીમાં સાગી લાકડાંના માલ સાથે ચાલક અને ગાડી માલિકની ધરપકડ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી

સંજેલી ઝૂસા ડેડીયાથી ગેરકાયદે પીકઅપ ગાડીમાં સાગી માલ ભરી લઈ જવાતો હોવાની બાતમીના આધારે વન વિભાગે ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જેમાં ચાલક અને ગાડી માલિકની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ફિલ્મી ઢબે પીછો કરી લગભગ દસ કિ.મી.બાદ ચાકીસણાથી ઝડપી પાડ્યા

સંજેલી તાલુકામાં મોટાભાગે ડુંગરાળ અને જંગલ વિસ્તાર આવેલો છે. હાલ તો વાતાવરણ અને ઝરમર વરસાદમાં તકનો લાભ લઈ ઝુસાથી ગેરકાયદે વહેલી સવારે પીકઅપ gj20v8717 માં સાગી લાકડાંનો જથ્થો લઈ જવાતો હોવાની મળેલી બાતમીના આધારે સંજેલી આરએફઓ રાકેશ વણકરે સ્ટાફ સાથે દોડી જઈ વહેલી સવારે ચાર વાગ્યે વોચ ગોઠવી હતી. બાતમીવાળી પીકઅપ નિકળતા જ ફિલ્મી ઢબે પીછો કરી લગભગ દસ કિ.મી.બાદ ચાકીસણાથી ઝડપી પાડી હતી.

સાગી લાકડાના બારી દરવાજા મળી આવતા વન વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં

જે બાદ તપાસ કરતા તેમાંથી સાગી લાકડાના બારી દરવાજા મળી આવતા વન વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. ચાલક શૈલેષભાઈ નટવર પીકઅપ માલીક શંકરભાઈ નારસીંગભાઇ બારીયા પાસે પાસ પરમીટ માંગતા કોઈ આધાર પુરાવો મળી ન આવતા સંજેલી વન વિભાગ માં લાવ્યા બાદ વધુ પૂછપરછ કરાતાં ઝુસ્સા ગામના દિપક છગનભાઇ રાવતનુ હોવાનું જણાવતાં તપાસ હાથ ધરી હતી.

જ્યાં તપાસ કરતા ઘરેથી રંધા મશીન મળી આવ્યું હતું. તે પણ જપ્ત કરી સંજેલી વનવિભાગ ખાતે લાવવામાં આવ્યું હતું. આમ સંજેલી વનવિભાગે પચાસ હજાર રૂપિયાનો સાગી માલ ચાર લાખની પિકઅપ અને એક લાખનો રંધા મશીન મળી કુલ પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સંજેલી આરએફઓ રાકેશ વણકરે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: