તસ્કરી: બારિયા તાલુકામાં બાઇક ચોરોનો તરખાટ: 3 બાઇકો ઉઠાવી ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પીપલોદમાં બીજા દિવસે પણ બાઇકચોરોએ ખેલ પાડ્યો
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં બીજા દિવસે પણ બાઇક ચોરોએ તરખાટ મચાવી ્રણ બાઇકોની તસ્કરી કરી હતી. પંચમહાલ જિલ્લાના મુળ રહેવાસી અને વડોદરા પારૂલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતાં જગદીશ અરવિંદભાઇ પ્રજાપતિ તથા તેમના પત્ની પુષ્પાબેન પીપલોદ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી પીપલોદ સરકારી હોસ્પિટલની બાજુમાં મકાન ભાડે રાખી રહી છે. પીપલોદથી વડોદરા મોટર સાયકલ ઉપર અપડાઉન કરે છે.
તા.6 માર્ચના રોજ સાંજના સમયે વડોદરાથી આવી પોતાની જીજે-17-એએમ-4493 નંબરની મોટર સાયકલ પીપલોદના ભાડાના મકાન આગળ મુકી હતી. તેમજ પીપલોદ બારીયા રોડ ઉપર રહેતા ગીરીશકુમાર બાધરભાઇ પટેલે પોતાની જીજે-20-એએલ-3381 નંબરની તથા બારીયા રોડ કેટરા પાસે ઇદ્રીશભાઇ રસુલભાઇ વ્હોરાના મકાન આગળ મુકી રાખેલ જીજે-07-સીડી-3845 નંબરની મોટર સાયકલોને ચોર ઇસમોએ નિશાન બનાવી ડુપ્લિકેટ ચાવી કે લોક તોડી પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઇ ગયા હતા. મુકેલી જગ્યાએ બાઇકો જોવા ન મળતાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
સ્વયંભૂ લોકડાઉન: ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મથકના 27 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની સરપંચોએ જાહેરાત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલાRead More
અછત: દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 70 MBBS તબીબની જરુર સામે માત્ર પાંચ જ ડોક્ટર મળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed