તસ્કરી: દેવગઢ બારિયામાં ગોધરાની મહિલાની બેગમાંથી 2.40 લાખ રોકડની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • SBI બેંકમાંથી રૂપિયા ઉપાડી બસમાં બેસવા માટે એસ.ટી. ડેપો જતા હતા

દેવગઢ બારિયાની બેન્કમાંથી રૂપિયા ઉપાડી બસમાં બેસવા માટે એસ.ટી. ડેપો જતા હતા ત્યારે ગોધરાની મહિલાના બેગમાંથી 2.40 લાખની રોકડ રકમ ચોર ચોરી કરી ગયો હતો. આ સંદર્ભે મહિલાએ અજાણ્યા ચોર સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના નાટાપુર ભાખર ફળિયામાં મુળ રહેવાસી અને ગોધરા બામરોલી રોડ ઉપર દીવનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષિય કૈલાશબેન જેન્તીભાઇ પટેલ તા.19મીને શુક્રવારના રોજ દેવગઢ બારિયાની એસ.બી.આઇ. બેન્કમાંથી 2,40,000 ઉપાડી પ્લાસ્ટીકની થેલીમાં મુકી તેમની પાસેની કાળા કલરની બેગમાં મુકી પરત ઘરે જવા માટે દેવગઢ બારિયા બસ મથકે ગયા હતા.

તે દરમિયાન અજાણ્યો ચોર ઇસમે બેન્કની એસ.ટી. ડેપો વચ્ચેના અંતરના સમય દરમિયાન તેમની નજર ચુકવી હાથચાલાકી અજમાવી બેગની ચેન ખોલી તેમાં મુખી રાકેલ 2,40,000 રોકડા ચોરી કરી લઇ ગયો હતો. થોડી સમય પછી બેગ ઉપર નજર કરતાં ચેન ખુલ્લી જોવા મળતાં અંદર તપાસ કરતાં તેમાં મુકી રાખેલા રૂપિયા મળ્યા ન હતા. જેથી આ સંદર્ભે કૈલાશબેન જેન્તીભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આ દિશામાં તપાસ હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: