તસ્કરી: દાહોદ જિલ્લામાં એક જ રાતમાં 4 બાઇકની ઉઠાંતરી, પીપલોદ,બારીયા રોડ અને ચાકલીયા રોડ પરથી બાઇક ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બારિયા અને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
દાહોદ જિલ્લામાંથી એક રાતમાં ચાર મોટર સાયકલની ઉઠાંતરી થતાં મોટર સાયકલ માલિકોમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં પીપલોદમાંથી બે, પીપલોદ બારીયા રોડ ઉપરથી એક અને દાહોદ શહેરના ચાકલીયા રોડ ઉપરથી એક બાઇક ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના પીપલોદ બારીયા રોડ ઉપર આવેલી રામેશ્વર વિલા સોસાયટીમાં રહેતા વિજયભાઇ જનીયાભાઇ રાઠવા પોતાની જીજે-17-બીક્યુ-8289 તથા પીપલોદ બજારમાં બસ સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતા વિજયકુમાર રમેશભાઇ અમલીયારે પોતાની જીજે-20-એસ-7560 નંબરની તથા પીપલોદ બજારમાં શ્રીજી સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા પ્રદિપસિંહ અરૂણસિંહ રાઠોડે પોતાની જીજે-17-બીડી-0519 નંબરની મોટર સાયકલ પોત પોતાના ઘર આગળ મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ આ ત્રણે બાઇકોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. ઘર આગળ મુકેલી મોટર સાયકલ જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે વિજયભાઇ જનીયાભાઇ રાઠવાએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે દાહોદ શહેરની પંકજ સોસાયટીમાં રહેતો અને પાણીપુરીનો ધંધો કરતો લક્ષ્મણભાઇ માંગીલાલ મીણા આર.જે.-03-એસક્યુ-8540 નંબરની બાઇક ચાકલીયા રોડ ઉપરના અનાજ ગોડાઉનની સામે મુકી હતી અને આખો દિવસ પાણીપુરીની લારી ઉપર ધંધો વેપાર કર્યો હતો. ત્યાર બાદ રાતના નવેક વાગ્યાના અરસામાં બાઇક ત્યાં જ મુકી રાખી પાણીપુરીની લારી ઘરે મુકવા ગયો હતો. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેની 20,000 કિંમતની બાઇક ચોરી કરી લઇ ગયો હતો. પાણીપુરીની લારી રૂમ ઉપર મુકી પરત બાઇક લેવા આવતાં ત્યાં જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી લક્ષ્મણભાઇ મીણાએ દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ
Gujarati News Local Gujarat Dahod First Private Covid Care Center To Open In Jhalod InRead More
ફફડાટ: દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed