તરમકાચ, ઘઢામાંથી ટાવર નીચે લગાવેલી એંગલોની ચોરી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વીજકંપનીના એન્જિનિયરની ફરિયાદ

ધાનપુર તાલુકાના તરમકાચ તથા ઘઢા ગામના સીમાડે ખેતરોમાં આવેલા વેસ્ટર્ન ટ્રાન્સ મિશન ગુજરાત લી.મી. (અદાણી ટ્રાન્સમીશન)ના નંબર 261 તથા 262 નંબરના ટાવર આવેલા છે. જેમાં તા.6 થી 27 ઓગસ્ટ દરમિયાન તરમકાચ ગામે આવેલ ટાવર નંબર 261ના નીચેના ભાગે બેસાડેલ લોખંડની જેવી ધાતુની એંગલો નંગ 43 તથા ઘઢા ગામમાં આવેલ 262 નંબરના ટાવર નીચે બેસાડેલ 76 એંગલો મળી કુલ 119 એંગલ જેની કિંમત આશરે 15,000ની કોઇ ચોર ઇસમો કાઢી ગયા હતા. તા.27મી ઓગસ્ટના રોજ કંપનીના એસોસીયેટ એન્જીનિયર રાજકુમાર રામનારાયણ કુંભાર (પંજાબી) તથા ટીમ સુપરરવિઝન પેટ્રોલીંગમાં નિકળ્યા હતા ત્યારે આ બન્ને જગ્યાએ ટાવર નીચે બેસાડેલ એંગલો જોવા ન મળતાં આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ ક્યાં મળી ન હતી. જેથી એન્જીનિયરે ધાનપુર પોલીસ મથકે એંગલો ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: