તમામ ઘરોમાં નળ જોડાણનો સંકલ્પ: દાહોદમાં રૂ. 403 કરોડના ખર્ચે 381 ગામોને પાણી આપવાની યોજનાઓને એક સાથે મંજૂરી

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યના તમામ ઘરોને વર્ષ 2022 સુધીમાં પીવાનું શુદ્ધ પાણી આપવાના મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં એક સાથે 381 ગામોની યોજનાની મંજૂરી આપી છે. પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના બે મુખ્ય ઇજનેરોએ દાહોદમાં સતત 3 દિવસ મુકામ નાખી રૂ.403 કરોડની આ યોજનાઓને આખરી આપી શકાયો છે. વિશેષ વાત તો એ છે કે, આ 381 ગામો પૈકી 189 ગામોમાં સોલાર પેનલ આધારિત વીજળીની બેકઅપ વ્યવસ્થા કરાશે.

દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા દાહોદ જિલ્લામાં હાલની સ્થિતિએ ચાલી રહી યોજનાની વિગતો જોઇએ તો જિલ્લામાં વર્તમાન સમયે 728 ગામો પૈકી 339 ગામોને નલ સે જલ યોજના હેઠળ આવરી લેતી પાણીની યોજનાની મંજૂરી આપવામાં આવી છે. જેની કિંમત રૂ.131 કરોડ જેટલી થવા જાય છે. તેમાં 4,09,603 ઘરોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ 339 પૈકી 233 વર્ક ઓર્ડર ઇસ્યુ થઇ ગયા છે. બાકીની યોજના પૂર્ણ થઇ ગઇ છે.

હવે બાકી રહેતા ગામોની યોજનાઓ સત્વરે પૂર્ણ થાય એ માટે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના મુખ્ય ઇજનેર બી. ડી. રામચંદાણી તથા એલ. કે. કોટાએ છેલ્લા ત્રણ દિવસથી દાહોદ ખાતે મુકામ કર્યો હતો. આ બન્ને મુખ્ય ઇજનેરોના રોકાણ દરમિયાન વોસ્મોના યુનિટ મેનેજર તથા પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર અલ્પેશ પટેલે 381 ગામોને નલ સે જલ યોજનામાં આવરી લેવાની યોજનાને આખરી ઓપ આપ્યો છે.જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની આજે બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે આ યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને બાદમાં તેને મંજૂર કરી હતી. 381 ગામોના 2,45,080 ઘરોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પાણીના સ્થાનિક સ્ત્રોત ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ જૂથ યોજનામાંથી આ ગામોમાં ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવશે.

આ ઉપરાંત સમિતિ દ્વારા 16 ગામોની રિવાઇઝ્ડ યોજનાને પણ મંજૂરી આપી છે. અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે, 381 ગામોની પાણીની યોજનાની એક સાથે મંજૂરીની બાબત દાહોદ માટે વિક્રમી બાબત છે. આ ઉપરાંત નલ સે જલ યોજનાની મંજૂરીની બાબતમાં 99 ટકા કામગીરી પૂરી થઇ ગઇ છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી. બી. બલાત ઉપરાંત પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર રશ્મિકાંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: