તબીબોએ માનવતા દાખવી: દાહોદની ઝાયડસમાં બેડ ઉપલબ્ધ ના હોઇ એમ્બ્યુલન્સમાં જ સારવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને વાનમાં જ સારવાર અપાઇ - Divya Bhaskar

ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને વાનમાં જ સારવાર અપાઇ

  • ઝાયડસમાં 4 કલાકનું વેઈટિંગ : 5 એમ્બ્યુલન્સો પણ કતારમાં ઉભેલી હતી

દાહોદ જિલ્લામાં એકતરફ કોરોનાનો કહેર વધ્યો છે અને સરકારી ઝાયડસ સહિતની પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જગા ખાલી નથી રહેતી ત્યારે દાહોદની એકમાત્ર સરકારી હોસ્પિટલ ઝાયડ્સમાં તબીબોની અત્યંત વિષમ પરિસ્થિતિમાં પણ જહેમત બાદ મેનેજમેન્ટ યોગ્ય નથી થયું તેવી ચર્ચાઓ સાથે વિવાદ જન્મ્યો છે ત્યારે મંગળવારે ઝાયડસ હોસ્પિટલમાં બેડ ખાલી નહિ હોઈ આ સરકારી હોસ્પિટલની બહાર જિલ્લાભરમાંથી દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સની લાઈનો જામી હતી.

કોરોના સંક્રમિતો માટે એક- એક મિનિટ મહત્વની હોય છે તેવા સમયે મંગળવારે ઝાયડસ હોસ્પિટલમાં 4 કલાકનું વેઈટીંગ જોવા મળ્યું હતું. તો સાથે જ પાંચેક 108.એમ્બ્યુલન્સો પણ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને લઈને વેઇટિંગમાં ઉભેલી જોવા મળી હતી. તબીબોએ હોસ્પિટલમાં જગા નહીં હોઈ ગંભીર પરિસ્થિતિ ધરાવતા લોકોને માનવતા દાખવીને સત્વરે હોસ્પિટલની બહાર જ જે તે એમ્બ્યુલન્સોમાં જ સારવાર આપી હતી. 306 જેટલા સામાન્ય બેડની સુવિધા ધરાવતી આ ઝાયડસ હોસ્પિટલમાં તે તમામ સાથે આઇ.સી.યુ. વિભાગના 100 બેડ અને 210 ઓક્સિજન બેડ પણ ભરાઈ જવા પામ્યા છે.

તો અત્રે અવસાન પામતા દર્દીઓના મૃત્યુ દેહ લેવા માટે પણ છેલ્લા અઠવાડિયાથી આશરે 6 થી 7 કલાકનું વેઈટીંગ ચાલી રહ્યું છે. જિલ્લાભરમાંથી દર્દીઓ અહીં આવે છે તો સાથે દાહોદના કેટલાક ખાનગી તબીબો પણ દર્દીને ઓક્સિજન કે રેમડેસીવીર ના હોય તેવા સમયે પોતાને ત્યાં દાખલ દર્દી માટે કોઈ જોખમ ઉઠાવ્યા વિના આ હોસ્પિટલમાં રીફર કરી દેતા હોવાની બૂમ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: