તફડંચી: ​​​​​​​દાહોદની SBI બેંક પાસેથી ધોળે દિવસે 3 લાખ રૂપિયાની બેગ ઉઠાવી ગઠિયો ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી

દાહોદ તાલુકાના ખરોદા ગામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બીસી પોઈન્ટ ચલાવનાર એજન્ટ આજરોજ દાહોદ શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂા.3 લાખ રૂપીયા રોકડા ઉપાડી ટવેરામાં બેઠા હતા .તે વખતે ટાયર પંકચર જણાતાં નજીકમાં આવેલ ટાયરની પંકચર કરાવતા હતા. તે સમયે ડ્રાઈવર સીટ ઉપર મુકેલ રોકડા રૂપીયા ત્રણ લાખ ભરેલ બેગ કોઈ અજાણ્યા ગઠીયાઓ ચોરી કરી લઈ નાસી જતાં દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હેબતાઈ ગયેલ બીસી પોઈન્ટના એજન્ટે દાહોદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

દાહોદ તાલુકાના રાણાપુર ગામે રહેતા મુકેશભાઈ રાઠોડ ખરોદા ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બીસી પોઈન્ટ ચલાવે છે. આજરોજ તેઓ આ બીસી પોઈન્ટ માટે રોકડા રૂપીયા લેવા દાહોદની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે આવ્યાં હતાં .જ્યાંથી રોકડા રૂપીયા ૦૩ લાખ ઉપાડી તવેરામાં બેઠા હતાં. આ દરમ્યાન ગાડીનું ટાયર પંકચર જણાતાં તેઓ નજીકમાં આવેલી એક ટાયરની દુકાને પહોંચ્યાં હતાં .ત્યાં ટાયરનું પંકચર કઢાવતાં હતાં. આ દરમ્યાન તેઓ રોકડા રૂપીયા ૦૩ લાખ ભરેલ બેગ ડ્રાઈવર સીટની ઉપર મુક્યું હતું. એક તરફ મુકેશભાઈ ટાયરનું પંકચર કઢાવવામાં વ્યસ્ત હતાં ત્યાં બીજી તરફ કોઈ અજાણ્યા ગઠિયાએ ડ્રાઈવર સીટની ઉપર મુકી આ રોકડા રૂપીયા ભરેલ બેગની તડફંચી કરી લઈ નાસી ગયાં હતાં. મુકેશભાઈએ ડ્રાઈવર સીટ તરફ જોતાં રૂપીયા ભરેલ બેગ નજરે ન પડતાં તેઓ હેબતાઈ ગયાં હતાં. આસપાસના લોકો પણ જાણ થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. વિલંબ ન કરી મુકેશભાઈએ તાત્કાલિકા આ મામલે નજીકની પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ દ્વારા હાલ આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ પણ હાથ ધરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી .

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: