તપાસ: દાહોદ-સીંગવડ તા.માં લગ્નસ્થળોએ ઓચિંતી મુલાકાત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ6 કલાક પહેલા
- કૉપી લિંક

- નિયત સંખ્યા, માસ્ક, સામાજિક અંતરના નિયમોની તપાસ કરવામાં આવી
અત્યારે લગ્નસિઝન ચાલી રહી છે ત્યારે લોકો સ્વયંભૂ શિસ્ત દાખવીને લગ્નપ્રસંગ નિયત સંખ્યામાં ઉજવે અને કોરોના બાબતની તમામ માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં લગ્નપ્રસંગે કોવિડ-19 બાબતે નિયમોનું પાલન ન થતું હોય તો કડક કાર્યવાહી કરવા કલેક્ટરએ જણાવ્યું છે. ત્યારે ગઇકાલે જિલ્લામાં વિવિધ જગ્યાએ તંત્ર દ્વારા ટીમ બનાવીને લગ્ન પ્રસંગની ઓંચિતી મુલાકાત લેવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
દાહોદ તાલુકાના દેલસર ગામે સોમવારે તાલુકા પંચાયત ટીમ દ્વારા લગ્નસ્થળની ઓચિંતી મુલાકાત બાબતે દાહોદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશકુમાર વસાવાએ જણાવ્યું કે, દેલસર ગામે તાલુકા પંચાયત ટીમ દ્વારા ઓચિંતી મુલાકાત લઇ લગ્નસ્થળે 100થી વધુ વ્યક્તિઓ ભેગી થઇ છે કે કેમ, માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી હતી. જો કે લગ્નસ્થળે નિયત સંખ્યાથી ઓછા વ્યક્તિઓ હતા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી લગ્નસિઝનમાં દરેક ગામમાં નિયમોનું યોગ્ય રીતે પાલન થાય એ માટે સરપંચઓને સૂચના આપવામાં આવી છે અને લગ્ન પ્રસંગે ઓચિંતી મુલાકાત લઇ સ્થળતપાસ કરવામાં આવી રહી છે.
સીંગવડ તાલુકાના લીંબોદર ગામે ઓચિંતી લગ્નપ્રસંગની મુલાકાત લઇ તપાસ બાબતે માહિતી આપતા સીંગવડના તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ મકવાણાએ જણાવ્યું કે, તાલુકા કચેરી અને મામલતદાર કચેરી દ્વારા સયુક્ત ટીમ બનાવીને લીંબોદર ગામે યોજાઇ રહેલા લગ્નપ્રસંગની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. લગ્નસ્થળે કોરોના સંબધિત ગાઇડલાઇનનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. લગ્નપ્રસંગમાં ફક્ત 100 વ્યક્તિની મર્યાદા, માસ્ક, સામાજિક અંતર જેવી બાબતોની તપાસ કરવામાં આવી હતી.
Related News
ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી: દેવગઢ બારીયાના ચીફ ઓફિસરે કોરોના કાળમાં બન્ને ફરજ નિભાવી, દાદીની અંતિમક્રિયા આટોપીને કામગીરીમાં જોડાયા
Gujarati News Local Gujarat Dahod The Chief Officer Of Devgarh Baria Performed Both Duties DuringRead More
એક સાંધે ત્યાં તેર તૂટે: દાહોદ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન પછી હવે રેપીડ ટેસ્ટ કિટ ખુટી પડી, આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed