તપાસ: દાહોદમાં જપ્ત કરાયેલું માંસ ગૌમાંસનું ખુલતાં ખળભળાટ, બે ઘરમાંથી 120 કિલો માંસનો જથ્થો પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • FSLમાં મોકલેલા સેમ્પલમાં પુરવાર થયું

દાહોદ પોલીસે કસ્બા વિસ્તારના જુના વણકરવાસ તથા ઉર્દુ સ્કૂલની પાછળ આંબલી ફળિયામાં ઘરમાં ઓચિંતો છાપો મારી 120 કિલો ગૌમાંસ તથા માંસ કાપવાના હથિયાર સાથે એકની ધરપકડ કરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશની કતલ કરી વેચવા આવેલા બે વ્યક્તિ પોલીસને જોઇ માંસ ભરેલા થેલા મુકી ભાગી ગયા હતા. આ જથ્થો ગૌ માસ હોવાનું ફલિત થતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદના મોટી ખરજ ગામના મનુ ભરતા ભાભોર તથા તેનો ભાઇ દીલીપ ભાભોર 9 ડિસેમ્બરે પરોઢે વેચાણ કરવાના ઇરાદે ચાર પોટલાઓમાં માંસ ભરી દાહોદના જુના વણકરવાસમાં રહેતા અરબાજ ઉર્ફે સાદીક છોટુ કુરેશીના ઘરે મુકવા આવ્યો હતો.

દાહોદ શહેર પોલીસને જાણ મળતાં તેણે છાપો માર્યો હતો. પોલીસને જોઇ માંસના પોટલા મુકી મોટી ખરજના બંને ભાઇઓ ભાગ્યા હતા. માંસ ભરેલા પોટલા કબ્જે લઇ મકાન માલિક અરબાજ ઉર્ફે સાદીક છોટુ કુરેશીની ધરપકડ કરી હતી. જ્યારે દાહોદ કસ્બામાં ઉર્દુ સ્કૂલની પાછળ રહેતા અબ્દુલ ગુલામ શેખના ઘરમાં ઓચિંતો છાપો મારી કંતાનમાં મુકેેલ 20 કિલો જેટલુ ઢોર માંસ તેમજ ગૌવંશ કાપવાના હથિયારો ઝડપી પાડ્યા હતા. બંને જગ્યાથી પકડાયેલો માંસનો જથ્થાે ગૌવંશનું હોવાનું FSL રિપોર્ટમાં આવતાં આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: