તકરાર: ​​​​​​​દાહોદમાં નાણા આપવા મામલે અરજી કર્યાની અદાવતે માથાભારે શખ્સોએ એક યુવકને પેટમાં ચપ્પુ મારી ઈજાઓ કરતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદમાં નાણા આપવા બાબતે પોલીસમાં અરજી કરવાના મુદ્દે દાહોદ ગોધરા રોડ, ચંદનલાલ સામે રોડની બાજુમાં ગત રાતે એક માથાભારે શખ્સોએ એક યુવાનને પેટમાં ચપ્પુ, ડંડા તેમજ ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી તથા મારી નાખવાની ધાકધમકી આપતા શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના ગોધરા, સાંસીવાડમા રહેતા વિનોદ સાંસી તથા વિશાલ સાંસીએ ગતરાતે ગોધરા રોડ, ચંદનલાલ સામે રોડની બાજુમાં મુકેલા બાંકડા પાસે ઉભેલા ચંદનલાલમાં રહેતા શ્યામ પ્રેમાનંદ ઠાકુર નામના 20 વર્ષીય યુવાનને તે મને આપેલા પૈસા બાબતે કેમ પોલીસમાં અરજી કરી છે? તેમ કહી વિનોદ સાંસીએ શ્યામ ઠાકુરની સાથે ઉભેલા સોનુ નામના યુવાનને પેટના ભાગે ડાબી બાજુ ચપ્પુ મારી ઈજા કરી હતી.

વિશાલ સાંસીએ સોનુને ડાબા હાથના પંજા ઉપર ડંડો મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે રાહુલ ઉર્ફે(ડાકુ) સાંસી તથા કીશન ડેડકાએ સોનુને શરીરના ભાગે ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. આ અંગે શ્યામ પ્રેમાનંદ ઠાકુરએ નોંધાવેલ ફરીયાદને આધારે દાહોદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [04:58, 23/03/2021] +91 85110 07519: દાહોદ

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: