તકરાર: ​​​​​​​ગરબાડાના બોરિયાળામા ઉધાર આપેલા નાણાં મામલે કુહાડીથી હુમલો, મહિલાને ઈજા પહોંચાડતા ફરિયાદ થઇ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લગ્ન સમયે દોઢ લાખ રૂપિયા આપ્યા બાબતે બબાલ થઇ

ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે લગ્નમાં આપેલા નાણાંની બાબતે તકરાર થઈ હતી. જેમાં મહિલા સહિત બે જણાએ બે વ્યક્તિઓને કુહાડી વડે તેમજ ગડદાપાટુનો મારમારી શરીરે ઈજાઓ પહોંચાડી ધિંગાણું મચાવતા ફરિયાદ નોંધાવવામા આવી છે.

લાબેનના હાથના ભાગે કુહાડી મારી હાથ ફેક્ચર કરી નાખ્યો

બોરિયાળા ગામે દીવાનીયાવાડ ફળિયામાં રહેતા ભલાભાઇ જીથરાભાઈ ડામોરે પોતાના જ ગામમાં રહેતા વિજયભાઈ મથુરભાઈ ડામોરને તેના લગ્ન સમયે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેના બદલામાં વિજયભાઈની જમીન લઈ લીધી હતી. આ મામલે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા ભલાભાઇએ વિજયભાઈને કહેલુ કે, તમે જમીન પાછી માંગશો તો તમોને જાનથી મારી નાખીશું. તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ભલાભાઇ તથા તેમની પત્ની સીરમાબેને લીલાબેનના હાથના ભાગે કુહાડી મારી હાથ ફેક્ચર કરી નાખ્યો હતો. અને મથુરભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સંબંધે વિજયભાઈ મથુરભાઈ ડામોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: