તકરાર: સીમલીયામાં જમીનમાંથી નીકળવા મુદ્દે મારામારી, મહિલા સહિત ત્રણ સાથે તકરાર કરી હતી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 3 વિરુદ્ધ લીમડી પોલીસમાં ગુનો નોંધાયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલીયા ગામની 23 વર્ષિય પરણિતા શર્મીલાબેન પંકજભાઇ બારીયા તેમના સસરા તથા કાકા સસરા સાથે ખેતરમાં ઘાલ લેવા જતા હતા. ત્યારે રસ્તામાં રમણ મોઘસી બારીયા તથા મકન પારસીંગ બારિયા અને વિકેશ માના ત્યાં આવી ગાળો બોલી મારવાની ધમકી આપતા હતા.
જેથી શર્મીલાબેને ગાળો બોલવાની ના પાડતા રમણ બારીયા એકદમ ઉશ્કેરાઇ જઇ જમણા હાથ ઉપર લાકડી મારી દીધી હતી અને તેમના સસરા અને કાકા સસરા સાથે ઝઘડો કરી અમારી જમીનમાં કેમ નીકળો છો કહી તેની અદાવત રાખી હવે પછી છોડીશુ નહી તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપતા બુકરણીઓ કરી જતા રહ્યા હતા. આ સંદર્ભે શર્મીલાબેને લીમડી પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed