તકરાર: માતવામાં છોકરીના નિકાલ મુદ્દે તકરાર, 1નો હાથ ભાંગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • છોકરીને ભગાડતાં મહિલા સહિત 2 સાથે મારામારી
  • યુવતીના પિતા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી

ગરબાડા તાલુકાના માતવા ગામે છોકરીનો નીકેલ કેમ કરતા નથી કહી તકરાર કરી એક મહિલા સહિત બે સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચાર વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ગરબાડા તાલુકાના માતવા ગામના સામલાભાઇ કચરાભાઇ હઠીલાનો છોકરો બે મહિના અગાઉ કથોલીયા ગામની રમેશ ઉર્ફે રમણભાઇ પરથીભાઇ રોઝની છોકરીને ભગાડીને લાવ્યો હતો.

જેની અદાવત રાખી યુવતીના પિતા રમેશ ઉર્ફે રમણ રોઝ, પુજા પરથી રોઝ, અરવિંદ પુજા રોઝ તથા મહેશ વશન રોઝ હાથમાં લાકડી લઇ સામલાભાઇ હઠીલાના ઘરે આવી યુવકના કાકા વિનોદભાઇ ચેનાભાઇ હઠીલાને ગમે તેમ ગાળા ગાળી કરી કહેવા લાગ્યાં કે અમારી ચોકરીને કેમ ભગાડી લાવ્યા છો અને તેનો નિકાલ કેમ કરતા નથી.

છોકરી પાયલને પોતાની સાથે લઇ જતા વિપુલભાઇ હઠીલા તથા માલુડીબેન હઠીલા વચ્ચે પડતાં લાકડી મારતા વિનોદભાઇને જમણા હાથે કાડાની ઉપરના ભાગે ફ્રેક્ચર તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપતાં જતા રહ્યા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: