તંત્ર એલર્ટ: દાહોદ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક, ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ધનવંતરી રથ મારફતે માસ્ક અને રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળાનું વિતરણ શરુ - Divya Bhaskar

ધનવંતરી રથ મારફતે માસ્ક અને રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળાનું વિતરણ શરુ

  • શ્રમિકો હોળી મનાવવા વતન આવતા ભીડ જામે છે
  • મહાનગરોમાંથી આવતા શ્રમિક ચેપ લઈને આવશે તો ગામડાંઓમા કોરોના ફાટશે

હોળીનો તહેવાર હવે આવી ગયો છે. જેથી આદિવાસી ભાઈ-બહેનો આ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન દાહોદ ખાતે આવી રહ્યા છે. ત્યારે દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનપર છેલ્લા કેટલાક દિવસોથી ભીડ જોવા મળી રહી છે. બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર શ્રમિકો ઉતર્યા બાદ ખાનગી વાહનો મારફતે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના વકરતા આરોગ્ય તંત્રએ દાહોદ સ્ટેશન પર ઉકાળા અને માસ્ક વિતરણ શરુ કર્યુ છે.

સંક્રમણને કાબૂમાં લેવા માટે અનેક આકરા નિર્ણયો કરવામાં આવ્યા

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એકા એક કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે અનેક આકરા નિર્ણયો કરવામાં આવ્યા છે. અને હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જિલ્લામાં ભરાતા મેળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ પણ બંધ રાખવાના આદેશો કરી દેવામાં આવ્યા છે.

ધનવંતરી રથ મારફતે માસ્ક અને રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળાનું વિતરણ શરુ

બીજી તરફ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અને તેમાંય આદિવાસીઓનો મોટામાં મોટો તહેવાર ગણાતો હોળીના તહેવારને હવે એક જ દિવસ બાકી છે. ત્યારે દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં મજુરી કામ અર્થે જતા આદિવાસી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં પરત માદરે વતન આવી રહ્યા છે. દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર મજૂરોની ભારે ભીડ જામી રહી છે. ત્યાંથી ખાનગી વાહનો મારફતે પોતપોતાના ગામ તરફ જવા રવાના પણ થઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ધનવંતરી રથ મારફતે માસ્ક અને રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળાનું વિતરણ શરુ કરવામા આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: