તંત્ર એલર્ટ: દાહોદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે મહત્વપૂર્ણ સેવા ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા કલેક્ટરની સૂચના
  • આપત્તિના સમયમાં મદદ તથા માર્ગદર્શન માટે ફોન નંબર 1077 ઉપર ફોન કરી શકાય

અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે નામક ચક્રવાતની અસરને પગલે દાહોદ જિલ્લામાં હળવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા કલેક્ટર વિજય ખરાડીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.

હોસ્પિટલને ઇન્વર્ટર અને જનરેટની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી
​​​​​
તાઉ-તે ચક્રવાતને સંદર્ભે યોજાયેલી ઓનલાઇન મિટિંગમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં આમ તો ચક્રવાતની નોંધનીય અસર થવાની નથી. પણ તેના કારણે દાહોદ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે મહત્વપૂર્ણ સેવા સતત ચાલું રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે.

ખાસ કરીને કોરોનાની બાબત ધ્યાને રાખતા ઝાયડ્સ, અર્બન હોસ્પિટલમાં વીજ પુરવઠો જળવાઇ રહે એવી સૂચના આપવામાં આવી છે. જો કે, સાવચેતીના ભાગ રૂપે દાહોદની તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલને ઇન્વર્ટર અને જનરેટની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. જેથી દર્દીઓને કોઇ તકલીફના પડે. આવી સૂચના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ માટે પણ આપવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના આપવામાં આવી
​​​
આ ઉપરાંત પવનના કારણે વૃક્ષ પડવાના કારણે રોડ બ્લોકેજ થાય તો વૃક્ષ તુરંત હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા ટીમો તૈયાર રાખવા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના આપવામાં આવી છે. નાયબ કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે.

કલેક્ટર કચેરી પરિસરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. આપત્તિના સમયમાં મદદ તથા માર્ગદર્શન માટે ફોન નંબર 1077 ઉપર ફોન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: