તંત્ર એકશનમાં: દાહોદ જિલ્લામાં કોરોના વકરતાં આરોગ્ય અને પોલીસ તંત્ર એકશનમાં, પખવાડિયામાં 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ઝાલોદના લીમડીમા માસ્ક વિના ફરતા નાગરિકોને દંડ ફટકાર્યો કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતા લોકોમાં હવે ફફડાટ ફેલાયો
દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણના કેસોમાં એકાએક વધારો થતાં જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે ઝાલોદ તાલુકાના લીમડીમાં આરોગ્ય ટીમ અને પોલીસ ટીમની સંયુક્ત કામગીરીમાં માસ્ક વગર ફરતાં અને વેપાર ધંધો કરતાં વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં પખવાડિયામાં જ 50થી વધુ કોરોના પોઝિટિવના નવા કેસ નોંધાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન પ્રચાર – પ્રસાર, સભાઓ અને ત્યાર બાદ ચૂંટણી બાદ વિજયી ઉમેદવારો અને સમર્થકોના ટોળા જાહેર રસ્તા પર ડી.જે.ના તાલે ઉન્માદમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું ભાન ભુલ્યા હતાં. ત્યાર બાદ હવે કોરોના સંક્રમણનો પ્રકોપ વધશે તે નિશ્ચિત હતુ. તથા જિલ્લામાં પખવાડિયામાં જ 50 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે. અને કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં કુદકેને ભુસકે વધારો થતાં લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે.
કોરોનાના કેસ વધતા જિલ્લા પોલીસ વિભાગ એક્શમાં આવી ગયો
દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર હવે હરકતમાં આવ્યું છે. તે સાથે જ જિલ્લા પોલીસ વિભાગ એક્શમાં આવી ગયો છે. ઝાલોદ તાલુકાના લીમડીમાં આજે વહેલી સવારથી જ આરોગ્યની ટીમ અને પોલીસની ટીમ દ્વારા નગરમાં માસ્ક વગર ફરતાં, ટોળામાં એકઠા થતાં લોકો સામે લાલ આંખ કરી હતી. માસ્ક વગર વેપાર, ધંધો કરતાં અને માસ્ક વગર ફરતાં લોકોને જોવાતાની સાથે જ સ્થળ પરજ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ જોતા હવે લાગી રહ્યું છે કે, ફરીવાર દાહોદ જિલ્લામાં ચોક્કસપણ કોરોનાનો પગ પેસારો થયો છે અને ફરીવાર દાહોદની જનતા માસ્ક વગર જોવાશે તો ચોક્કસ દંડાશે. લીમડીથી પ્રારંભ થયેલી આ દંડનીય કાર્યવાહી આગામી દિવસોમાં દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓ અને ગામોમાં પણ પોલીસ અને આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed