તંત્રની બેદરકારી: દાહોદના મોટા ઘાંચીવાડમા ખુલ્લી વીજ ડીપીએ એક ગાયનો ભોગ લીધો, કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગાયના મોતને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ

દાહોદ શહેરના વોર્ડ નંબર-06 મોટાઘાંચીવાડ વિસ્તારમાં ચાલુ વીજ ડીપી ખુલ્લી હોવાથી આજે એક ગાયનો ભોગ લીધો છે. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાય આ વીજ ડીપીના સંપર્કમાં આવી જતાં અને તેને કરંટ લાગતાં ઘટના સ્થળ પર જ ગાયનું મોત નીપજ્યું હતું.

સ્માર્ટ સીટી દાહોદમાં અનેક વિધ કામો પ્રગતિના પંથ પર વધી રહ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક આ કામોને કારણે શહેરવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મંથર ગતિએ ચાલતી કામગીરી અને અનુભવી કોન્ટ્રાક્ટર અને તજજ્ઞોના અભાવે શહેરમાં આડેધડ કામગીરી કરવામાં આવી રહી હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે શહેરના વોર્ડ નંબર-૦6ના મોટાઘાંચીવાડ, ફાતેમાં મસ્જીદ આગળ આવેલી એક ખુલ્લી ડીપી જોખમી પુરવાર થઈ શકે છે.

આજે એક ગાય અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે આ ડીપીમાથી તેને કરંટ લાગતા તેનુ તરત જ મોત નીપજયુ હતુ. ગાયના મોતને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ પણ ઉભો થવા પામ્યો છે. આજે એક નિર્દોષ અને અબોલા પશુએ જીવ ગુમાવ્યો છે તો ક્યારે કોઈ માનવ જાતને હાની પહોચશે તો તેની જવાબદારી કોની?

જાણવા મળ્યા અનુસાર, અહીંના સ્થાનીકો દ્વારા સંલગ્ન તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી આ વીજ ડીપીનું સમારકામ અથવા તો કોઈ ચોક્કસ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં વીજ તંત્ર દ્વારા આ ડીપી તરફ ધ્યાન દોરે તે અત્યંત આવશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: