ડોર ટુ ડોર કલેકશનમાં સુધારો ન જણાય તો ચુકવણું નહીં કરવા સૂચના

સંચારી રોગની બેઠકમાં દાહોદની સ્વચ્છતા પર પ્રશ્નો ઉઠ્યાં ડેન્ગ્યૂના કેસો વધતાં નિયંત્રણની કામગીરી માટે…

 • Dahod - ડોર ટુ ડોર કલેકશનમાં સુધારો ન 
 જણાય તો ચુકવણું નહીં કરવા સૂચના

  દાહોદમાં જિલ્લા કલેક્ટર વીજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી સંચારી રોગોની બેઠકમાં દાહોદ શહેરમાં નગર પાલિકાની કામગીરી વિશે વિવિધ સુચન કરવામાં આવ્યા હતાં. તેમાં દાહોદ નગરપાલિકા દ્વારા નિયત કરેલ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન અને નિકાલ કરનાર એજન્સી દ્વારા ઘન કચરાના નિકાલની વ્યવસ્થા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. દાહોદથી ઇન્દોર તરફ હાઇવે સાઇડ ડમ્પીંગ સાઇટમાં દાહોદ શહેરનો કચરો એજન્સીના ટેમ્પો દ્વારા ઠાલવવામાં આવે છે તે રોડ પર ઠલવાય છે. જેથી હાઇ‌વે રોડની બન્ને બાજુ

  કચરાના ઢગલા ખડકાયેલ જોવા મળે છે અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ દાહોદ શહેરની સ્વચ્છતા પર સવાલ ઉભા કરે છે. આ બાબતને ગંભીર ગણાવી કલેક્ટર વીજય ખરાડીએ અધ્યક્ષ સ્થાનેથી નગરપાલિકા દાહોદ ચીફ ઓફીસર પ્રકાશ રાયચંદાનીને તાત્કાલિક પગલાં લેવા સુચના આપી હતી. જરૂર જણાયે ડોર ટુ ડોર કલેકશન માટે નિયત કરેલ એજન્સી સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અને કામગીરીમાં સુધારો ન જણાયે ચુકવણું ન કરવા જિલ્લા કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યું હતુ. તેની સામે ચીફ ઓફીસર પ્રકાશ રાયચંદાનીએ આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.

  …અનુ. પાન. નં. 2

  ચાંદીપુરમના 13 શંકાસ્પદ દર્દી મળ્યાં

  દાહોદ જિલ્લામાં વર્ષ દરમિયાન ચાંદીપુરમ રોગના 13 શંકાસ્પદ દર્દી મળ્યા હતાં.તેમાં બે પોઝિટિવ નીકળ્યા હતાં. જે પૈકીના એક પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. તમામ કેસોના મળીને કુલ 56 કોન્ટેક્ટર સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે એનઆઇવી પુણે ખાતે મોકલવામાં આવતાં જે તમામ નેગેટિવ આવ્યા હતાં.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: