ડાંગરીયામાં ફાર્મના મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ

  • ફાર્મમાંથી કંઇ ન મળતાં નજીકનાે ગલ્લો તોડી ચોરી કરાઇ
  • દે.બારિયા પોલીસ મથકે ચોરટાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામના કૃપાળુ આશ્રમ શાળાની બાજુમાં રહેતા અને દુંધાણા ફાર્મમાં નોકરી કરતાં રમણભાઇ દલસુખભાઇ નાયક ગતરોજ સાંચના આશરે સાડા છએક વાગ્યાના અરસામાં ફાર્મમાં આવેલા મકાનના તમામ દરવાજા બંધ કરી તાળા મારી ફાર્મની તમામ લાઇટ ચાલુ કરી નજીકમમાં તેમના ઘરે જતા રહ્યા હતા.

દેવગઢ બારિયા પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ
તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ ફાર્મમાં આવેલ મકાનના તમામ દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી બેઠકર રૂમમાં મુકેલ ખુરશીઓ આમતેમ ફેંકી અન્ય રૂમોમાં પણ પલંગના ગાદકા વેરવિખેર કરી બન્ને રૂમોના કબાટોમાં મુકેલ સરસામાન વેરવિખેર કરી ચોરી કરવા જોવુ કઇ ન મળતાં ચોરટાઓનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ફાર્મના મકાનમાં ચોરટાઓને ચોરી કરવા માટે કઇ નહી મળતાં જતા જતા નજીક આવેલા શાન્તાબેન ચીમનભાઇ કોળીના ગલ્લાનું તાળુ તોડી સરસામાન ચોરી કરી લઇ ગયા હતા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: