ઠૂઠીકંકાસિયાથી તણાયેલા આધેડનો મૃતદેહ નદીમાં 15 કિમી દૂર રાજસ્થાનથી મળ્યો

ઝાલોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અનાસ નદીમાં તણાઇ ગયેલા વ્યક્તિઓને શોધવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા રાજસ્થાન સ્થિત નદીમાં કરાઇ રહેલી કામગીરી.

  • અસ્થિ વિસર્જન કરવા જતાં અનાસ નદીના પૂરમાં શનિવારે 6 તણાયા હતા
  • નદીના પૂરમાંથી એકનો મૃતદેહ શનિવારે જ મળ્યો હતો, 4 લોકો હજી પણ લાપતા
  • ગામના લોકોને આગેવાનો જાતે શોધવા નીકળતા કિનારેથી મૃતદેહ મળ્યો રાજસ્થાનનું તંત્ર પણ કામે લાગ્યું
  • NDRF 24 કલાક બાદ જોતરાતા રોષ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માંથી પસાર થતી અનાસ નદીમાં શનિવારના રોજ ઠૂંઠીકંકાસિયા ગામના ભિમાભાઈ ગરસિયાના નિધનના 12 દિવસ બાદ અસ્થિવિસર્જનની વિધિ કરવા માટે પરિવારજનો તેમજ સગા-સંબંધીઑ ગયા હતા. તે સમયે વિશાળ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગેલ પૂર આવતા છ લોકો નદીના વચ્ચે આવેલા બેટ ઉપર ફસાયા હતા.

જેમાંથી જીવ બચાવવા બે લોકો તરીને બહાર આવતા એકનું ડૂબવાના કારણે મોત થયું હતું. ત્યારે એકનો બચાવ સાથે સારવાર હેઠળ હોવાની ઝાલોદ યોજના સહ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ જાણ કરાઇ હતી પણ બચનાર ભરત ગરાસિયાનો હજુ કોઈ જ પત્તો મળ્યો નથી. બચાવ તંત્રની મદદ માટે 4 કલાક નદીના બેટ પર રાહ જોઈને બેઠેલા 58 વર્ષિય ભીમજીભાઇ જીથરાભાઇ ગરાસિયા, કલજીની સરસવાણી ગામના વાલસિંગભાઇ ગજીયાભાઇ ગરાસિયા, મીરાખેડી ગામના 40 વર્ષિય કાળુભાઇ સુરપાળભાઇ ભાભોર અને ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામના મખજીભાઇ હીરાભાઇ પારગી પણ નદીમાં ઘોડાપૂર આવતા પાણીમાં લાપતા થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

NDRFની ટીમ ચોવીસ કલાક બાદ આવતા પરિવારજનોમાં તંત્ર સામે રોષ
મોડી રાત સુધી મૂતદેહની શોધખોળ હાથ ધરાઇ હતી. જેમાં એકયેનો મૂતદેહ મળી આવ્યો ન હતો. ત્યારે બીજા દિવસે નદીમાં પાણી ઓછું થતાં પોતાના ગામના લોકોની તપાસ માટે કલજીના સરપંચ રાજેશ ડામોર અને મીરાખેડી ગામના પૂર્વ સરપંચ મુકેશ ડાંગી વિસ્તારના લોકોને સાથે પીએસઆઇ હાર્દિક દેસાઇને સાથે લઈને રાજસ્થાન જતી નદીમાં ભારે શોધખોળ કરી હતી. ઠુઠીકંકાસિયાથી 15 કિમી દુર રાજસ્થાનના ગોડા ગામના પાસેના કિનારા પરથી ભીમજીભાઈ ગરાસિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ભીમજીભાઇનો મૃતદેહ ઝાલોદ સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. જિલ્લાના તંત્રની બેદરકારીના કારણે આખા આદિવાસી સમાજમાં સખત રોષ જોવા મળ્યો હતો. ત્યારે અન્ય લોકોને શોધવા માટે રાજસ્થાનના મામલતદાર અને તંત્ર મદદે આવીને તપાસ કામગીરીમાં લાગ્યા હતા. જ્યારે NDRFની ટીમ ચોવીસ કલાક બાદ આવતા પરિવારજનોમાં તંત્ર સામે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.

મારા પિતાનો કોઇ જ પત્તો મળ્યો નથી
ગઇ કાલે નદીમાં તરીને આવતા મને મારા પિતા જેવા લાગતાં તેમને કાઢવા માટે મે છલાંગ મારી હતી પરંતુ તે મારા પિતા ન હતાં. મને અમારા સબંધિ કડકિયાભાઇનો મૃતદેહ હાથ લાગ્યો હતો. લોકો એવું કહે છે માતા પિતા તરીને બહાર આવી ગયા હતા પરંતુ તેમનો હજી કોઇ પત્તો મળ્યો નથી. >રાજુભાઇ ગરાસિયા,ગુમ ભરતભાઇનો પૂત્ર

0


Related News

Comments are Closed

%d bloggers like this: