ઠગાઇ: ગિફ્ટ મોકલવાની લાલચે ઓનલાઇન ઠગાઇ કરતા બંટી-બબલી મુંબઇથી ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફેસબુક ફ્રેન્ડ બની લીમડીની મહિલાને 5.42 લાખનો ચૂનો ચોપડ્યો હતો
  • નાઇજેરિયન યુવક અને અરૂણાચલ પ્રદેશની યુવતીની પોલીસમાં પૂછપરછ

દાહોદ જિલ્લાના લીમડી ગામની એક મહિલાની ફેસબુક ફ્રેન્ડ બનીને ગીફ્ટ મોકલવાની લાલચ આપીને 5.42 લાખની ઠગાઇ કરનાર નાઇજેરીયન યુવક અને અરૂણાચલ પ્રદેશની યુવતિની મુંબઇથી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંનેને લીમડી પોલીસ મથકે સોંપી દેવાતાં કાર્યવાહી હાથ ધરાઇ છે.

ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં રહેતા શર્મિલાબેન કેતનકુમાર દવેને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવ્યા બાદ ઠગ ટોળકીએ ગીફ્ટ મોકલવાનું જણાવ્યુ હતું. ગીફ્ટ એરપોર્ટ ઉપર ફસાઇ ગઇ હોવાનું જણાવીને જુદા-જુદા સમયે પોતાના એકાઉન્ટમાં રૂપિયા નખાવ્યા હતાં. રૂા.5.42 લાખ રૂપિયા નાખી દીધા બાદ ઠગાયાનું ભાન થયું હતું. આ મામલે શર્મિલાબેને 31 ઓગષ્ટ 2020એ લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એલસીબીએ તપાસ હાથ ધરીને પુરાવાના આધારે અરૂણાચલ પ્રદેશની મહિલા હેયો મીયંગ અને નાઈજીરીયાનો પ્રિન્સ ઈફેની મન્ડુકસાઈની મુંબઇથી ધરપકડ કરાઇ હતી. બંનેએ દાહોદ જિલ્લા સાથે રાજ્યમાં ક્યાં અને કેટલાં લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરી છે તેની પૂછપરછ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: