ઠંડીમાં વરસાદ: રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થવાને કારણે 2-3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી, ઠંડી પણ વધશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક

જમણે શનિવાર અને ડાબે રવિવારે માવઠાંની આગાહી દરતી હવામાન વેબસાઈટની તસવીર
- મુખ્યત્વે સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના વિસ્તારોમાં નવા વર્ષે જ માવઠું પડવાની હવામાન ખાતાની આગાહી
ઉત્તરના અતિશય ઠંડા પવનોને કારણે ગુજરાત આખું અત્યારે ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે નવા વર્ષે જ 2 અને 3 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો-પ્રેશર સર્જાવાને કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડી શકે છે. આ માવઠું મોટાભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજીતરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતના બાકીના વિસ્તારોમાં ઠંડી ઓર વધવાની શક્યતા છે.
માવઠાની અસરથી ઉત્તર ગુજરાતના શિયાળુ પાકને અસર થઈ શકે
2 અને 3 જાન્યુઆરીના રોજ હવામાન ખાતાની આગાહી અનુસાર સાબરકાંઠા અને દાહોદમાં માવઠું પડશે તો તેની શિયાળુ પાક પર વિપરીત અસર પડી શકે છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, ચણા તથા અન્ય કઠોળની શિયાળુ પાક તરીકે ખેતી કરાય છે. વરસાદ પડશે તો ઘઉંના પાકનો વ્યાપક અસર થવાની ભીતિ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર 4 અને 5 જાન્યુઆરીના રોજ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
હજી ઉત્તરાયણ સુધી ઠંડી યથાવત રહેવાની સંભાવના
હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં અત્યારે ચાલુ રહેલો ઠંડીનો દોર માવઠાને કારણે હવે ઉત્તરાયણ સુધી લંબાઈ શકે છે. ગુજરાત રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન સરેરાશ મહત્ત્મ તાપમાન 22 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે ત્યારપછી ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. પરંતુ ઠંડીનું પ્રમાણ ઉત્તરાયણ સુધી જળવાઈ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed