ટ્રેન ઉપરના હુમલા રોકવા દાહોદ RPF ગાંધીગીરી કરશે

Dahod - ટ્રેન ઉપરના હુમલા રોકવા દાહોદ RPF ગાંધીગીરી કરશે

હાથમાં ડંડા સાથે દાદાગીરી કરતો વ્યક્તિ એટલે RPF, રેલવે સુરક્ષા બળના જવાનની રેલવે ટ્રેક નજીકના ગામોમાં આ સામાન્ય છાપ છે. જોકે, ટ્રેનો ઉપર વધેલી પથ્થમારાની ઘટનાઓને જોતાં હવે RPFને ગ્રામ્ય પ્રજાને સમજાવવા માટે ગાંધીગીરીની ફરજ પડી છે.

દાહોદના અનાસથી માંડીને ગોધરાના કાંસુડી વચ્ચે ટ્રેનો ઉપર પથ્થરમારાની વધેલી ઘટનાઓને જોતાં 96 કિમીના આ 25 ગામોમાં RPF દ્વારા ‘દોસ્તી’ ના અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનો ઉપર પથ્થર ફેંકવાથી શું મુશ્કેલી સર્જાય છે તે સમજાવા કાંસુડીથી માંડીને અનાસ સુધીમાં ચંચેલાવ, સંતરોડ પીપલોદ, લીમખેડા, મંગલમહુડી, ઉસરા, જેકોટ, રેટીંયા, બોરડી સહિતના રેલવે ટ્રેકની આસપાસ આવેલા વિવિધ ગામોમાં RPF પ્રાથમિકથી માંડીને માધ્યમિક શાળાએ જઇને બાળકો અને સંરપંચોનો સંપર્ક કરવામાં આવશે.

આ સાથે ઢોરો ચરાવવા માટે જતાં લોકોને પણ મળીને ચાલતી ટ્રેન ઉપર પથ્થર નહીં ફેંકવા બાળકોને સમજાવવા માટેની અપીલ કરાશે. ફેંકેલા પથ્થરથી મુસાફરો ઘાયલ થાય છે સાથે નુકસાન પણ થાય છે તેની વિગતો આપવા સાથે ઘટના બને તો સંપર્ક કરવા માટે ગ્રામ્ય વિસ્તારની પ્રજાના …અનુસંધાન પાના નં.2

રાજધાનીથી માંડી દેરહાદુન એક્સ. નિશાન બની

ભૂતકાળમાં રતલામ મંડળમાં રાજધાની એક્સપ્રેસ, જનતા એક્સપ્રેસ,દેહરાદુન એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો ઉપર પથ્થરો ફેંકવાની ઘટનાઓમાં મુસાફરો ઘાયલ થયા છે. આ તમામ ઘટનાઓ દાહોદ-મેઘનગર સેક્શનમાં બની હતી. તેના કારણે આ જગરૂકતા અભિયાનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રજાને સમજાવવા અભિયાન ચલાવાશે

ટ્રેનો ઉપર પથ્થરો ફેંકવાની ઘટનાઓને બંધ કરવા માટે કાંસુડીથી માંડીને અનાસ સુધીના રેલવે ટ્રેક નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રજાને સમજાવવા માટે દોસ્તી અભિયાન શરૂ કરવામાં આવશે. સતીષકુમાર, પીઆઇ, આરપીએફ

કાસુડીથી અનાસ વચ્ચે ટ્રેક નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેનો પર થતો પથ્થરમારો રોકવા RPF અભિયાન ચલાવશે.

‘દોસ્તી’અભિયાનમાં શું ખાસ હશે

અભિયાનમાં અનાસથી માંડીને કાંસુડી વચ્ચે રેલવે ટ્રેકના નજીકના ગામો આવરી લેવામાં આવશે.

અભિયાનમાં આરપીએફ સાથે સેફ્ટી ટીમ,સ્કાઉટ તતા સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવશે. ભૂતકાળમાં જે ગામોમાં ઘટના બની છે તેની ઉપર ખાસ ફોકસ કરાશે.

આરપીએફનું માનવુ છે કે બીજા તત્વો સાથે શાળાના બાળકો ઘટનામાં શામેલ હોય છે, બાળકો સામે કાર્યવાહી થઇ શકતી નથી. તેમના વાલિ , શાળાના સ્ટાફ, સરપંચ સાથે ચર્ચા કરવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: