ટોળું ભેગું થતાં પતિ ભાગી ગયો: કોર્ટ સંકુલમાં પોલીસ સામે પતિનો પ્રેમી સાથે રહેતી પત્નીના અપહરણનો પ્રયાસ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જુસ્સા ગામની વહુ કસલાલના યુવક સાથે ભાગતાં પતિએ પત્નીને મેળવવા કોર્ટમાં અરજી કરી હતી
  • કોર્ટમાં પ્રેમી સાથે હાજર થયેલી પત્નીને બાઇક પર ઉપાડી જઇ રહ્યો હતો

લુણાવાડાથી બે પોલીસકર્મીની ટીમ સંજેલી કોર્ટમાં એક પરિણીતા અને તેના પ્રેમીને રજુ કરવા લાવ્યા હતાં. ત્યારે પોલીસની હાજરીમાં કોર્ટ સંકૂલમાં જ કોર્ટમાં તે જ કેસ માટે આવેલ પરિણીતાના પતિએ મહિલા અને તેના પ્રેમીનું બાઇક પર જ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાને લઇને આવેલી પોલીસે મોબાઇલમાં ઘટનાનો વિડિયો બનાવીને કાયદાકિય કાર્યવાહીનો ઉલ્લેખ કરીને અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં.

સંજેલી તાલુકાના જુસા ગામના યુવક રાજેશ રમેશ રાવતનાં લગ્ન અણીકાના હિમ્મત વરસીંગ કમોળની પુત્રી સેજલ સાથે ચાર વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લોકડાઉનમાં છૂટછાટ મળતાં પતિ-પત્ની અને સાસુ સસરા સાથે ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં વાડીમાં ખેતી કામે ગયાં હતાં. જયા લુણાવાડા તાલુકાના કસલાલ ગામનો રઈજી સાલમ પગી વાડીની ચોકીદારી કરતો હતો. જ્યાં સેજલ અને રહીજીની આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ જુસ્સા આવ્યા બાદ 17 મેના રોજ તકનો લાભ લઈ ભાગી છૂટી હતી. પતિ રાજેશે આમતેમ તપાસ કરતાં મળી ન આવતાં કસલાલ સરપંચનો સંપર્ક કર્યો હતો અને રયજી પાસેથી સેજલને સોંપી દેવાની વાત કરી હતી પરંતુ થોડા દિવસ બાદ સોંપવાની ના પાડતા પત્નીનો કબજો મેળવવા રવજી અને ૩ મદદગારો સામે પતિએ સંજેલી કોર્ટમાં 19 જુનના રોજ અરજી કરી હતી.

13 જુલાઇ મંગળવારના રોજ લુણાવાડાથી એક મહિલા અને એક પોલીસ જવાન કોર્ટમાં મુદત પડતાં રઈજી સેજલ અને મણિયાભાઇને રજુ કરવા માટે લાવ્યાં હતાં. તે દરમિયાન કોર્ટમાં પ્રવેશ કરે તે પહેલા જ પગથિયાં પરથી રાજેશ પોલીસ જવાનોના હાથમાંથી સેજલને ઊંચકી લઈ જઈ બાઈક પર બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, સેજલે બૂમાબૂમ કરતાં કુળે ટોળું ભેગું થઈ ગયું હતું. ધસી ગયેલા પોલીસ જવાનો આ બાબતનો પોતાના મોબાઇલમાં વિડિયો બનાવીને કાયદાકિય કાર્યવાહીની વાત કરતાં રાજેશ ઢીલો પડ્યો હતો. ઘટના પગલે સેજલ જોડે આવેલા બન્ને યુવકો કોર્ટમાં ઘૂસી ગયાં હતાં. સ્થાનિક પોલીસ પણ ધસી આવી હતી. આ વખતે તકનો લાભ લઇને રાજેશ પણ ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: